ડીસા મુકામે મંત્રી પરબત પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

અટલ સમાચાર,ડીસા બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડ ખાતે સિંચાઇ અને પાણી પુરવઠા રાજયમંત્રી પરબત પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં બનાસકાંઠા જિલ્લાના કુલ-૨૯૦૦ લાભાર્થીઓને રૂ. ૧.૪૦ કરોડના ચેક અને સાધન સહાય કીટનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી પરબતભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે
 
ડીસા મુકામે મંત્રી પરબત પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

અટલ સમાચાર,ડીસા 

બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડ ખાતે સિંચાઇ અને પાણી પુરવઠા રાજયમંત્રી પરબત પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં બનાસકાંઠા જિલ્લાના કુલ-૨૯૦૦ લાભાર્થીઓને રૂ. ૧.૪૦ કરોડના ચેક અને સાધન સહાય કીટનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી પરબતભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે પોરબંદરથી સમગ્ર રાજયમાં ૧૧ મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો છે.
મંત્રી પરબત પટેલે કહ્યું કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પીવાનું પાણી, પશુઓ માટે ઘાસચારો, લોકોને રોજગારી મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખેડુતોને સહાય આપવા હેકટર દીઠ રૂ. ૬૮૦૦/- એમ બે હેકટર સુધી સહાયનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ખેડુતોને સિંચાઇ માટે પાણી આપવા રાજય સરકાર પ્રયત્નશીલ છે.

ડીસા મુકામે મંત્રી પરબત પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

ગરીબ કલ્યાણ મેળામાં અન્ન નાગરિક પુરવઠા દ્વારા ૧૨૬ પરિવારોને ગેસ કનેકશન અને ૧૪૫૬ લાભાર્થીઓને પ્રેશર કૂકર, માનવ ગરીમા યોજના, મા વાત્સલ્ય યોજના, કૌશલ્ય તાલીમ અને સાધન સહાય યોજના, માનવ કલ્યાણ યોજના, વિકલાંગ સાધન સહાય યોજના, કુંવરબાઇના મામેરા માટે સહાય, ઝુંપડા વીજળીકરણ યોજના, મિશન મંગલમ-સ્વસહાય જુથોને રીવોલ્વીંગ ફંડ, વિકલાંગ લગ્ન સહાય યોજનાના લાભાર્થીઓને સહાય, માનવ ગરીમા અને માનવ કલ્યાણ યોજનામાં વિવિધ વ્યવસાય કરવા માટેના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પોલીસ આવાસ નિગમના અધ્યક્ષ ડી.ડી.પટેલ, કલેકટર સંદીપ સાગલે, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, જિલ્લા ભાજપના મહામંત્રીઓ અમૃતભાઇ દવે, ભારતભાઇ ભટેસરીયા, ઉમેદદાન ગઢવી, એસ.ટી. નિગમના ડિરેકટરદિનેશભાઇ અનાવાડીયા, ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી, તાલુકા પંચાયતના પ્રમુખો, જિ.પંચાયતના સભ્યો અશ્વિનભાઇ સક્સેના, ભગુભાઇ કુગશીયા, અગ્રણીઓ મેરૂજી ધુંખ, લેબજીભાઇ ઠાકોર સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.