આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આજે મહેસાણા જિલ્લા કક્ષાના ૧૧ મા ગરીબ કલ્યાણ મેળાનું દિપ પ્રગટાવી ઉદ્દ્ઘાટન કરતા જણાવ્યું હતું કે આ મેળામા સાધન સહાય રૂપે ૪૯૫૪ લાભાર્થીઓને ચેક,કીટ,તેમજ સાધનો રૂપે અંદાજીત રૂ ૬૯૦.૨૯ લાખની સહાય હાથો હાથ પહોંચાડવામા આવેલ છે. તેમણે જણાવ્યું હતું કે દરેક નાગરીક સ્વમાનભેર પોતાનો રોજગાર શરૂ કરી શકે અને વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હેતુ રાજ્ય સરકારનો રહેલો છે.
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આજે જણાવ્યું હતું કે,રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા દ્વારા એક જ છત્ર-અંડર વન અમ્બ્રેલા બધા લાભ કોઇપણ જાતના વચેટિયા વગર સીધા પારદર્શી રીતે મળી રહે તે હેતુસર વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ આ ગરીબ કલ્યાણ મેળાનો નવતર અભિગમ વિકસાવેલો છે.

ર૦૦૯થી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં અત્યાર સુધીમાં ૧૦ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલામાં ૧૪૯૧ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ લાભાર્થીઓને રૂ. ર૩૮૮૯.૬ર કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. આ મેળાઓમાં સમગ્રતયા ૧૩.૯ર લાખ અનુસૂચિત જાતિ,૩૪.પ૯ લાખ અનુસૂચિત જનજાતિ તથા ૬ર.પપ લાખ મહિલા લાભાર્થીઓને પણ આવરી લેવાયા છે.
નિતીન પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના ગરીબી રેખા હેઠળના લોકોનું જીવનધોરણ ઊંચુ લાવવા માટે અને તેમનો સર્વાંગી વિકાસ કરી સ્વનિર્ભર બનાવવાના આશયથી આ વર્ષે રૂ. ર૦ હજાર સુધીની મર્યાદામાં આખા આંટાનું સિલાઇ મશીન, કડીયાકામની કીટ, પ્લમ્બર અને વેલ્ડરો માટે નવી ટેકનોલોજી પ્રમાણેના સાધનો તથા ખાસ કરીને મહિલાઓ રાજ્યની આર્થિક પ્રગતિમાં સ્વમાનભેર ભાગીદાર થાય તે માટે સખીમંડળોને રૂ. ૪૭૦૦૦ની મર્યાદામાં પેપર કપ, પેપર ડીશ, મસાલા યુનિટ, બ્યુટી પાર્લર, મસાજ વગેરે કીટની સહાય આપવામાં આવશે.
ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને આ વર્ષે ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓને ગેસ કનેકશન તથા રસોઇ માટે સ્ટેનલેસ સ્ટીલનું પ લીટરનું પ્રેસર કુકર રાજ્ય સરકાર આપશે. આ સેવાયજ્ઞથી રાજ્યના ગરીબોના સશકિતકરણ અને આર્થિક ઉન્નતિનો વધુ ઉન્નત માર્ગ બની રહેવાનો છે.

વિધાનસભા દંડક ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં ગરીબ કલ્યાણ મેળા થકી ભગીરથ કામ થઇ રહ્યું છે.ગરીબ કલ્યાણ મેળા થકી આર્થિક જીવન ધોરણ સુધર્યું છે.જિલ્લા કલેકટર એચ.કે.પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું
કાર્યક્રમમાં જિલ્લા ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,રમણભાઇ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ શીલાબેન પટેલ,અગ્રણી નિતીનભાઇ પટેલ, કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક,પ્રાન્ત અધિકારી પી.બી.રાઠોડ,દિપ્તી પ્રજાપતિ,પુર્વમંત્રી નારાયણભાઇ પટેલ,પુર્વ સાસંદ નટુજી ઠાકોર,સરકારી વકીલ ચંદનસિંહ રાજપૂત સહિત જિલ્લના અધિકારીઓ,પદાધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code