મહેસાણા: સર્વે નંબરમાં અદલાબદલી કરી રોડ ટચ જમીનના માલિક બની ગયા !

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકામાં જમીનના સર્વે નંબરમાં ફેરફાર કરી રોડ ટચની માલિકી મેળવી લીધાની ફરિયાદ સામે આવી છે. હાઇવેથી દૂર જમીન માલિકી હોવા છતાં ગૌચરમાં માલિકી મેળવી લીધી છે. જેનાથી લાખોની રકમનાં જમીનમાલિક સીધા કરોડોના આસામી બની ગયા રાવ થઈ છે. સંબંધિત ઈસમોને જમીન દફતરના સત્તાધીશોનો સાથ મળ્યાના આક્ષેપો થયા છે. મહેસાણા તાલુકાના લાખવડ
 
મહેસાણા: સર્વે નંબરમાં અદલાબદલી કરી રોડ ટચ જમીનના માલિક બની ગયા !

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકામાં જમીનના સર્વે નંબરમાં ફેરફાર કરી રોડ ટચની માલિકી મેળવી લીધાની ફરિયાદ સામે આવી છે. હાઇવેથી દૂર જમીન માલિકી હોવા છતાં ગૌચરમાં માલિકી મેળવી લીધી છે. જેનાથી લાખોની રકમનાં જમીનમાલિક સીધા કરોડોના આસામી બની ગયા રાવ થઈ છે. સંબંધિત ઈસમોને જમીન દફતરના સત્તાધીશોનો સાથ મળ્યાના આક્ષેપો થયા છે.

મહેસાણા તાલુકાના લાખવડ ગામે માલિકીની જમીનને ઉપાડી હાઇવે ઉપર લાવી દીધાનો અજીબોગરીબ ફરિયાદ કિસ્સો સામે આવ્યો છે. હકીકતે લાખવડ ગામના હાઇવે નજીકની ગૌચર જમીનના ત્રણ પૈકી બે ભાગ ઉપર સરકારી બાંધકામને અંતે ત્રીજો ભાગ ખાલી હતો. આથી હાઇવે ઉપરની ગૌચરમાં માલિક થવા રસ ઉભો થયો હતો.

આ દરમિયાન ગૌચર નજીક અને હાઈવેથી થોડા દૂરના જમીન માલિક પાસેથી જમીન ખરીદવામાં આવી હતી. જેમાં સર્વે નંબરમાં ફેરફાર કરી ગૌચર વાળી જમીન માલિકીની હોવાનું બતાવવા રેકર્ડ સાથે ચેડાં કર્યા હતા. આ જમીન ખરીદી રોડ રચના માલિક બની ગયાની રજૂઆત થઈ છે.

સમગ્ર મામલે તલાટીએ વિવાદાસ્પદ જમીનના માલિકને નોટિસ ફટકારી સાત દિવસમાં આધાર પુરાવો રજુ કરવા આદેશ કર્યો છે. જો માલિકી સિદ્ધ કરવામાં નિષ્ફળ પુરવાર થશે તો આગળની કાર્યવાહી કરવાની તૈયારી હોવાનું જણાવ્યું હતું.