છાપી અને કોટડી વચ્ચે આવેલી ગૌચરની જમીનમાં વૃક્ષોનું નિકંદન
છાપી અને કોટડી વચ્ચે આવેલી ગૌચરની જમીનમાં વૃક્ષોનું નિકંદન

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકામાં વેપારી મથક છાપી અને કોટડી વચ્ચે આવેલી ગૌચરની જગ્યામાં હજારો ગાંડા બાવળના વૃક્ષો ઉભા હતા. આ વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન કરી નાખવામાં આવ્યું છે. ત્યારે તાલુકાના સત્તાધીશો અને વનવિભાગના અધિકારીઓ આ અંગે આંખ આડા કાન કરી રહ્યા છે.

વડગામના છાપી અને કોટડી વચ્ચે ગૌચરની મોટી જગ્યા આવેલી હતી. જ્યાં હજારો ગાંડા બાવળો ઉભા હતા અને બીજા કેટલાય લીલા વૃક્ષો ઉભા હતા. પણ હાલમાં આ લીલા વૃક્ષોનું ખુલ્લે આમ નિકંદન કરવામાં આવ્યું છે. છાપીના એક જાગૃત નાગરિક દ્વારા આ લીલા વૃક્ષોના થઇ રહેલા નિકંદન અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી તેમ છતાં વડગામ તાલુકાના વનવિભાગે આંખ આડા કાન કરી આ વૃક્ષોનું નિકંદન થવા દીધું હતું. ત્યારે વડગામ તાલુકાના ગામોમાંથી રોજના કેટલાય વૃક્ષોની નિકંદન વનવિભાગની નજર તળે થઇ રહ્યું છે.