ગૌરવ@ભારત: સ્વતંત્ર ભારતનો 78મો મહાન ઉત્સવ, લાલ કિલ્લા પરથી પીએમનો સંદેશો જાણો

2047 સુધીમાં વિકસીત ભારત બનાવવા દેશવાસીઓને અનેક સુચનો કર્યા હોવાનું જણાવ્યું 
 
લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સ્વતંત્ર ભારતનો 78મો સૌથી મહાન દિવસ છે ત્યારે સૌના દીલમાં મેરા ભારત મહાનની ગૌરવ પળો ઉભરી આવી છે. આજે વહેલી સવારે વડાપ્રધાન મોદીએ સ્વતંત્ર પર્વ નિમિત્તે સતત 11મી વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો છે. આજની આ ગૌરવશાળી પળથી સતત 11વખત ત્રિરંગો લહેરાવનાર વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજા પીએમ બન્યા છે. આ પહેલાં નેહરુએ 17 વખત અને અને ઈન્દિરા ગાંધીએ 16 વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો હતો.

દિનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા

દેશના સૌ નાગરિકો આજે 15મી ઓગસ્ટે 78મો સ્વતંત્રતા દિવસ ઊજવી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ કુલ 103 મિનિટના ભાષણમાં કહ્યું કે, સ્વતંત્રના પ્રેમીઓએ આજે આપણને આઝાદીનો શ્વાસ લેવાનું સૌભાગ્ય આપ્યું છે. આ દેશ મહાપુરુષોનો ઋણી છે.

લાલ કિલ્લા પરથી પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં 75 હજાર નવી મેડિકલ સીટો વધારવામાં આવશે. અમે શાસનનું આ મોડલ બદલી નાખ્યું છે. આજે સરકાર પોતે જ લોકોની જરૂરિયાતો પૂરી કરી રહી છે. દેશમાં 75 વર્ષથી કોમ્યુનલ સિવિલ કોડ છે. હવે દેશને સેક્યુલર સિવિલ કોડની જરૂર છે. 78મા સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત છે ત્યારે આઝાદીનું 100મુ વર્ષ 2047 આવશે ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

આપણું બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. દેશમાં લોકશાહીને મજબૂત કરવામાં બંધારણે મહત્વની ભૂમિકા ભજવી છે. અમે બંધારણમાં લખેલી ફરજની ભાવના ઉપર ભાર મૂકવા માંગીએ છીએ. 2047માં આઝાદીના 100 વર્ષની ઉજવણી કરવા યુવાનો, વડીલો, ગ્રામજનો, શહેરવાસીઓ, દલિતો અને આદિવાસીઓ દરેકે અમૂલ્ય સૂચનો આપ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે, સ્કિલ કેપિટલ બનાવો. કોઈએ મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ સૂચવ્યું. કોઈએ યુનિવર્સિટી હબનું સૂચન કર્યું છે. ભારતે દરેક ક્ષેત્રમાં જલદી આત્મનિર્ભર બનવું જોઈએ. આપણા ખેડૂતોનું અનાજ દુનિયાના દરેક ડાઇનિંગ ટેબલ પર લાવવાનું છે. આપણા દેશની ન્યાય વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ. 

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, ઘણા લોકોએ સપનું જોયું છે કે ભારતનું સ્પેસ સ્ટેશન અવકાશમાં બને. આપણી પરંપરાગત દવા વિકસાવવી જોઈએ. ભારત ત્રીજું અર્થતંત્ર બનવું જોઈએ. આ આપણા દેશવાસીઓના સૂચનો છે ત્યારે દરેક સુચનો ઉપર ખરા ઉતરવા અને ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવા સરકારનું લક્ષ્ય છે.