ગૌરવ@ગુજરાત: IPLમાં જોવા મળી શકે વધુ એક ગુજ્જુ ક્રિકેટર, આ ટીમે બોલાવ્યો ટ્રાયલ માટે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક IPLમાં વધુ એક ગુજરાતી ક્રિકેટર જોવા મળી શકે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. મૂળળ ભાવનગરનો આ ક્રિકેટર IPLમાં મુંબઈની ટીમમાં રમી શકે છ. ભાવનગરના ચેતન સાકરિયાને મુંબઈ ઈન્ડિયન્સે ટ્રાયલ માટે બોલાવ્યો છે. હાલ ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી રણજી મેચ રમી રહ્યો છે. 22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ
 
ગૌરવ@ગુજરાત: IPLમાં જોવા મળી શકે વધુ એક ગુજ્જુ ક્રિકેટર, આ ટીમે બોલાવ્યો ટ્રાયલ માટે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

IPLમાં વધુ એક ગુજરાતી ક્રિકેટર જોવા મળી શકે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. મૂળળ ભાવનગરનો આ ક્રિકેટર IPLમાં મુંબઈની ટીમમાં રમી શકે છ. ભાવનગરના ચેતન સાકરિયાને મુંબઈ ઈન્ડિયન્સે ટ્રાયલ માટે બોલાવ્યો છે. હાલ ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી રણજી મેચ રમી રહ્યો છે. 22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાવનગરના વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો. ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. જેને લઇ ચેતને પાછું વળીને જોયું નહી અને આ વખતે IPL ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બની શકે છે.

સમગ્ર મામલે ચેતને જણાવ્યું હતુ કે, મેં 13-14 વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું. મારા પપ્પા ટેમ્પો ચલાવતા હતા અને મમ્મી હાઉસ વાઈફ છે. હું નાનપણથી ભણવામાં સારો હતો અને પરિવારની ઈચ્છા હતી કે, હું ભણું અને આગળ જઈને અધિકારી બનું. હું 12 સાયન્સ પાસ છું પણ એ પછી આગળ ભણી શક્યો નથી.