ગૌરવ@ગુજરાત: વૃધ્ધોને નિ:શુલ્ક યાત્રા કરાવી, સીતાપુરના યુવાનને એવોર્ડ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) બેચરાજી પાસેના ગામનો યુવાન છેલ્લા કેટલાક સમયથી ઉત્તમ કાર્યમાં લાગ્યો છે. માતા પિતા દરેક પુત્ર માટે ભગવાન સમાન છે એ વાત સમજી સીતાપુરનો યુવાન વૃધ્ધોના આશીર્વાદ લઈ રહ્યો છે. વૃધ્ધોને નિ: શુલ્ક ધાર્મિક યાત્રા કરાવવા બદલ સીતાપુર ગામના યુવાનને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નામે એવોર્ડ મળ્યો છે. બેચરાજી નજીક સીતાપુરના
 
ગૌરવ@ગુજરાત: વૃધ્ધોને નિ:શુલ્ક યાત્રા કરાવી, સીતાપુરના યુવાનને એવોર્ડ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી પાસેના ગામનો યુવાન છેલ્લા કેટલાક સમયથી ઉત્તમ કાર્યમાં લાગ્યો છે. માતા પિતા દરેક પુત્ર માટે ભગવાન સમાન છે એ વાત સમજી સીતાપુરનો યુવાન વૃધ્ધોના આશીર્વાદ લઈ રહ્યો છે. વૃધ્ધોને નિ: શુલ્ક ધાર્મિક યાત્રા કરાવવા બદલ સીતાપુર ગામના યુવાનને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નામે એવોર્ડ મળ્યો છે.

ગૌરવ@ગુજરાત: વૃધ્ધોને નિ:શુલ્ક યાત્રા કરાવી, સીતાપુરના યુવાનને એવોર્ડ

બેચરાજી નજીક સીતાપુરના રાજેશ પટેલને 1107 વૃધ્ધોને વિના મૂલ્યે હરિદ્વાર યાત્રા કરાવવા બદલ એવોર્ડ મળ્યો છે. રાજેશ પટેલ અને નરેશ પટેલ બોતેર કડવા પાટીદાર સમાજના સિનિયર સિટીઝનને વિના મૂલ્યે હરિદ્વાર યાત્રા કરાવી રહ્યા છે. અત્યાર સુધી કુલ પાંચ અલગ અલગ તારીખે યાત્રા કરાવી હોઇ તેની નોંધ લેતાં ગુજરાતના ગૌરવ સમાન એવોર્ડ મળ્યો છે.

ગૌરવ@ગુજરાત: વૃધ્ધોને નિ:શુલ્ક યાત્રા કરાવી, સીતાપુરના યુવાનને એવોર્ડ
સૂત્રોએ જણાવ્યું હતું કે, યાત્રામાં સિનીયર સિટીઝન કે જેમાં મહિલા 58 અને પુરૂષ 60 વર્ષથી ઉપરના હોય તેઓને વિનામૂલ્યે યાત્રા કરાવામાં આવે છે. રેલવે દ્વારા અમદાવાદથી હરિદ્વાર લઈ જવામાં આવે છે. યાત્રા કુલ પાંચ દિવસ ની હોય છે. જેમાં સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે વૃધ્ધોને પાચન પળે તેવું જમવાનું હોય છે. રેલવેમાં દરેકને આરામ કરવાની સુવિધા સાથે રિઝર્વેશન કરવામાં આવે છે.

ગૌરવ@ગુજરાત: વૃધ્ધોને નિ:શુલ્ક યાત્રા કરાવી, સીતાપુરના યુવાનને એવોર્ડ

યાત્રા દરમ્યાન હરિદ્વારમાં ગંગા આરતી, મનશાદેવી, ભારતમાતા મંદિર, વૈષ્ણવદેવી માતા મંદિર, સિસમહેલ, બિલકેશ્વર મહાદેવ, દક્ષ મંદિર, શીતળા માતા મંદિર, શાંતિકુંજ, કંખલ, રામઝુલા, લક્ષ્મણ ઝુલા, હરકીપોડી, મોક્ષ ઘાટ, પરમાનંદ ઘાટ, ગીતા ભવન, રુદ્રાક્ષ મંદિર, પાયલોટ બાબા વગરે સ્થળે લઈ જવામાં આવે છે.

સૌથી મહત્વની વાત છે કે, દરેક યાત્રામાં દર 50 વડીલો વચ્ચે એક સ્વયંસેવકની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સાથે હરિદ્વારમાં પિતૃમોક્ષ માટે જાણીતા મોક્ષઘાટ ઉપર સમૂહ પૂજા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.

ગૌરવ@ગુજરાત: વૃધ્ધોને નિ:શુલ્ક યાત્રા કરાવી, સીતાપુરના યુવાનને એવોર્ડ
Advertise

આ સામાજિક કાર્યની જાણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ને 16-8-19 ના હરિદ્વાર પ્રવાસમાં થઈ હતી. આથી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની ટીમે સમગ્ર યાત્રાની માહિતી લઈ ચકાસણી કરી હતી. યાત્રા દરમિયાન થયેલ ખર્ચના બિલો, ટ્રેનની ટિકેટ, જમણવાર, અને ઉમિયાધામના રોકાણ માટેના બિલ, યાત્રામાં જોડાયેલા વડીલો, ટીકીટ બુકીંગ એજન્ટ , બસ બુકીંગ એજન્ટ, જમવાની સર્વિસ પુરી પાડનાર વગરે સાથે વાતચીત કરી હતી.

આ પછી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સાથે સામાજિક કાર્ય કરતા લોકોમાં ઉત્સાહ વધે તે માટે આ કાર્યને Guinness World Recordsમાં પણ નોંધવામાં આવ્યું છે.