આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતની અને દેશની ઓળખાણ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ફરી એકવાર વિશ્વ ફલક પર ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે. તાજેતરમાં જ પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની આઠમી અજાયબી જાહેર કરી છે. શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજાયબી તરીકે સામેલ કર્યું છે. જેને લઇ ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. વિદેશ પ્રધાન એસ.જયશંકર ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે. ત્યારે હવે શાંઘાઇ કોઓપરેશન સભ્ય દેશોમાં પ્રચાર કરશે.

મોદી સરકારના કેબિનેટ મંત્રી અને ગાંધીનગરના સાંસદ એસ.જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠમી અજાયબી તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે. તેવી એક જાણકારી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી. 182 મીટરની બનાવવામાં આવેલી પ્રતિમા વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ 100 જાણીતા સ્થળની યાદી જાહેર કરવામાં આવે છે. આ વર્ષે જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યું છે. ટાઈમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન મળતા હવે વધારે પ્રસિદ્ધિ મળશે. ટાઇમ મેગેઝિન દ્વારા 2019ના વિશ્વના મહાન સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને મુંબઇના સોહો હાઉસને સ્થાન મળ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી. સરદાર સાહેબની પ્રતિમાના દર્શન કરીને તેમણે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠમી અજાયબી ગણાવી હતી.

સરદાર પટેલની પ્રતિમાં વિશ્વમાં સૌથી ઊંચી 182 મીટરની છે. ન્યૂયોર્કના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ઉંચાઈ પણ માત્ર 93 મીટર જ છે. એટલે કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બે ગણી મોટી છે. મહત્વનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઊંચી વિશ્વમાં એકપણ પ્રતિમા નથી. ચીનના પ્રખ્યાત વેરોકાના બુદ્ધની મૂર્તિ પણ 128 મીટરની જ છે. જ્યારે હૈદરાબાદ સ્થિત સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ઉંચાઈ 65.8 મીટર છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જે સ્થાન પર બનાવાઈ છે. તે અંગે જો વાત કરવામાં આવે તો. માં નર્મદા કિનારે 20 હજાર સ્ક્વેર મીટર જગ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે પ્રતિમાની આજુબાજુ 12 સ્ક્વેર કિલોમીટર જગ્યામાં તળાવ બનાવવામાં આવ્યું છે.

પ્રતિમાના નિર્માણ માટે ભારતના 7 લાખ ગામડાઓની પવિત્ર માટી મગાવવમાં આવી હતી. તો ખેડૂતોએ વાપરેલા લોખંડના ખેત ઓજાર પ્રતિકરૂપે એકત્ર કરવામાં આવ્યા હતા. પ્રતિમાના નિર્માણ માટે લોખંડ ભેગુ કરવા માટે લોહાસંગ્રહ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું અને આજ ખેડૂતોના ઓજારમાંથી આજે આ વિશ્વની સૌથી ઊંચી લોખંડી પુરુષની પ્રતિમા બનાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code