ગૌરવ@ખેડબ્રહ્મા: નાયબ કલેક્ટર યુવતિની ગામમાં ધમાકેદાર એન્ટ્રીથી ગરમાવો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્માના નાનકડા ગામની યુવતિએ જીપીએસસી પરીક્ષા પાસ કરી નાયબ કલેક્ટર તરીકે પસંદગી લીધી છે. જેથી જીએએસ કેડરના કલાસવન ઓફીસર તરીકે ગામમાં ધમાકેદાર એન્ટ્રી કરતા ગરમાવો આવી ગયો હતો. ગામમાં કાર ઉપર સવારી બાદ પોતાના ઘરની બહાર નાનકડી સભા સંબોધી હતી. જેથી ગામમાં સમાજનું યુવાધન જાણે હિલોળે ચડ્યું હોય તેવુ વાતાવરણ બન્યુ
 
ગૌરવ@ખેડબ્રહ્મા: નાયબ કલેક્ટર યુવતિની ગામમાં ધમાકેદાર એન્ટ્રીથી ગરમાવો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્માના નાનકડા ગામની યુવતિએ જીપીએસસી પરીક્ષા પાસ કરી નાયબ કલેક્ટર તરીકે પસંદગી લીધી છે. જેથી જીએએસ કેડરના કલાસવન ઓફીસર તરીકે ગામમાં ધમાકેદાર એન્ટ્રી કરતા ગરમાવો આવી ગયો હતો. ગામમાં કાર ઉપર સવારી બાદ પોતાના ઘરની બહાર નાનકડી સભા સંબોધી હતી. જેથી ગામમાં સમાજનું યુવાધન જાણે હિલોળે ચડ્યું હોય તેવુ વાતાવરણ બન્યુ હતુ.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પરોયા ગામની કુમારી સિધ્ધિ દિનેશભાઇ વર્માએ નામ મુજબ સિધ્ધિ મેળવી છે. તાજેતરમાં પુર્ણ થયેલી જીપીએસસીની ભરતીને અંતે સિધ્ધિ નાયબ કલેક્ટર તરીકે પસંદ થઇ છે. જેનાથી પરિવાર સહિત ગામમાં ગૌરવ અને આનંદની લાગણી બની છે. સિધ્ધિ અને તેના પરિવારજનોએ મંગળવારે ગામમાં કાર સાથે સવાર થઇ નાનકડી રેલી કાઢી હતી. જેમાં દલિત સમાજ સહિતના યુવાનો રોમાંચિત બની જોડાયા હતા.

ગૌરવ@ખેડબ્રહ્મા: નાયબ કલેક્ટર યુવતિની ગામમાં ધમાકેદાર એન્ટ્રીથી ગરમાવો

જાહેરમાં કારની સવારી પુર્ણ કર્યા બાદ સિધ્ધિએ પોતાના ઘર નજીક લાઉડ સ્પીકર સાથે સભા સંબોધી હતી. જયાં યુવાથી માંડી સિનિયર સિટીઝન સહિતના ઉપસ્થિત રહ્યા દરમ્યાન શિક્ષિત થવા અને આકરી મહેનત કરી પરીક્ષા પાસ કરવાની ટિપ્સ આપી હતી. નાયબ કલેક્ટરમાં નિમણુંક થતા ખેડબ્રહ્મા પંથકમાં વધુ એક યુવતિ પરીક્ષાર્થીઓ માટે ઉદાહરણ બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.