ગૌરવ@માઉન્ટઆબુ: સેન્ટ જોસેફ ઈંગ્લીશ મિડીયમ શાળાનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું, ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી

 
Sikshan
 જોસેફ સેકન્ડરી સ્કૂલનું 100% પરિણામ આવકારદાયક આવ્યું છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના 10માં પરિણામમાં માઉન્ટ આબુની પ્રખ્યાત સેન્ટ જોસેફ ઈંગ્લીશ સેકન્ડરી સ્કૂલે બાજી મારીને મોટી સફળતા મેળવી છે. વિશેષતા એ પણ રહી કે, ગુજરાતના વિદ્યાર્થીઓનુ પરિણામ ખૂબ સારૂં આવ્યું જેમાં સરેરાશ 10 વિદ્યાર્થીઓએ 70%થી વધારે પરિણામ મેળવી નામ રોશન કર્યું છે. અંગ્રેજી માધ્યમની પ્રખ્યાત શાળા જોસેફ સેકન્ડરી સ્કૂલનું 100% પરિણામ આવકારદાયક આવ્યું છે. આ વિદ્યાલયના પ્રમુખ ખુર્શીદજીએ જણાવ્યું કે, ગુજરાતના અમદાવાદના નીલભાઇને 91.33 ટકા, વડગામના જીલ પટેલને 91.17 ટકા જ્યારે માઉન્ટ આબુના વાણિયા સુમિત કુમારને 89.17 ટકા તેમજ વડગામ, ગુજરાતના મંત્રકુમાર પટેલને 88.50 ટકા અને બીજા એક ગુજરાતી દમનાનીને 88% મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. 

આ શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ મેળવી માઉન્ટ આબુની ગૌરવપૂર્ણ શાળાનું નામ રોશન કર્યું છે. ઉચ્ચ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓએ આ સફળતા માટે શાળાના આચાર્ય, શિક્ષકો, માતાપિતા અને પોતાની મહેનતને બિરદાવ્યા છે. શાળાના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષની શરૂઆતથી બોર્ડ પરિક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી એક એક વિદ્યાર્થી માટે આખો સ્ટાફ ખડેપગે રહી તમામ સ્તરેથી તૈયારી કરાવી પરિક્ષામાં સફળતા અપાવે છે.