આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

પાલનપુર તાલુકાના ઠાકોર યુવાનને ગામના મુસ્લિમ પરિવારે ભણાવ્યો હતો. જેમાં પરિક્ષા પાસ કરી યુવાન લશ્કરમાં ફોજી તરીકે જોડાયા હતા. હવે વય નિવૃત થતાં સોમવારે સ્વાગત દરમ્યાન ગૌરવ કરતી વાત સામે આવી છે. ફોજી યુવાન નિવૃત્તિના સમયગાળામાં ગામના યુવાનોને લશ્કરમાં જવા માટે વિના મુલ્યે તાલીમ આપશે તેવું એલાન કર્યું છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામના સોમાજી હરિજી ઠાકોર અભ્યાસમાં નાનપણથી તેજસ્વી હતા. જોકે, માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમના ઘરની બાજુમાં રહેતાં મુસ્લિમ પરિવારના નુરીબેન અને ગુલાબનબીભાઈ મન્સૂરીએ મદદ કરી હતી. પોતાનો દિકરો હોય તેમ તમામ ખર્ચ ઉઠાવી ઉચ્ચ અભ્યાસ કરાવ્યો હતો. સોમજીએ પણ અભ્યાસની સાથે સખ્ત મહેનત કરતાં ભારતીય સેનામાં ફોજી તરીકે જોડાયા હતા.

ભારતીય સેનામાં સેવા આપી વય નિવૃત થયા હતા. જેઓ સોમવારે વતન આવતાં ધનિયાણા ચોકડીથી વાસણ ગામ સુધી દેશ ભક્તિના ગીતો સાથે વરઘોડો નીકાળી સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમજીએ જણાવ્યું હતું કે, નિવૃત્તિના સમયગાળા દરમિયાન હવે ગામની સેવા કરીશ. ગામના યુવાનો લશ્કરમાં ભરતી થાય તે માટે તેમને આર્થિક મદદ સાથે તેમજ વિના મૂલ્યે તાલીમ પણ આપીશ.

અમે તો નિમિત્ત બન્યા છીએ : ગુલાબનબી મન્સૂરી 

ફોજી તૈયાર કરનાર ગુલાબનબીએ જણાવ્યું હતું કે, સોમાજી ઠાકોરમાં પડેલી શક્તિઓ અમે પિછાણી હતી. તેણે પણ સખ્ત પરિશ્રમ કરતાં આ શક્ય બન્યું હતું. અમે તો માત્ર નિમિત્ત બન્યા હતા. નિવૃત્તિના સમયગાળામાં પણ તેઓ ગામની સેવા કરે તેવી અલ્લા પાસે દુવા માંગીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code