ગૌરવ@આદરીયાણા: “ઓમ નમઃ શિવાય” ગીતમાં 21 વર્ષની આરતીએ મેદાન માર્યું

અટલ સમાચાર ડોટ કોમ, દિવ્યાંગ જોષી વિશ્વભરના ભારતીય નર્તકો માટેની સ્પર્ધા “નચ લે” સીઝન-1ના વિજેતાઓના નામો ઘોષિત થયા છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાની યુવતિ “ઓમ નમઃ શિવાય” ગીત સાથે સિનીયર વિભાગમાં પ્રથમ વિજેતા બની છે. નોંધનિય છે કે, કોરોના લોકડાઉન દરમ્યાન ગુજરાતની જાણીતી મ્યુઝિક અને ફિલ્મ કંપની કૃપ મ્યુઝિક તથા ગીવ વાચા ફાઉન્ડેશન એનજીઓ દ્વારા વિશ્વભરના
 
ગૌરવ@આદરીયાણા: “ઓમ નમઃ શિવાય” ગીતમાં 21 વર્ષની આરતીએ મેદાન માર્યું

અટલ સમાચાર ડોટ કોમ, દિવ્યાંગ જોષી 

વિશ્વભરના ભારતીય નર્તકો માટેની સ્પર્ધા “નચ લે” સીઝન-1ના વિજેતાઓના નામો ઘોષિત થયા છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાની યુવતિ “ઓમ નમઃ શિવાય” ગીત સાથે સિનીયર વિભાગમાં પ્રથમ વિજેતા બની છે. નોંધનિય છે કે, કોરોના લોકડાઉન દરમ્યાન ગુજરાતની જાણીતી મ્યુઝિક અને ફિલ્મ કંપની કૃપ મ્યુઝિક તથા ગીવ વાચા ફાઉન્ડેશન એનજીઓ દ્વારા વિશ્વભરના ભારતીય નર્તકો માટેની સ્પર્ધા ”નચ લે” સીઝન-1નું આયોજન કરવામાં આવ્યું. જેનું પરિણામ જાહેર થતાં સિનિયર વિભાગમાં 21 વર્ષિય યુવતિ પ્રથમ સ્થાન મેળવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતીય નર્તકો માટેની સ્પર્ધા “નચ લે” સીઝન-1માં ભારતના વિવિધ રાજ્યો તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વસતા 5 થી 30 વર્ષના 400થી વધુ ભારતીય નર્તકોએ સ્પર્ધાના સિનીયર તેમજ જુનીયર વિભાગમાં ભાગ લીધો હતી. આ સંપૂર્ણ ડીજીટલ સ્પર્ધામાં 4 રાઉન્ડ હતા. જેમાં અંતે ફાઈનલમાં મેન્ટર અને જજ ડો. કૃપેશ ઠક્કરના હીટ ગીતો પર પર્ફોર્મ કરી સ્પર્ધકોએ વિશ્વભરના ભારતીઓની પ્રસંશા મેળવી હતી. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના આદરીયાણા ગામની આરતી પ્રજાપતિ (21વર્ષ) “ઓમ નમઃ શિવાય” ગીત સાથે પ્રથમ ક્રમાંકે વિજેતા જાહેર થઇ છે.