ભારતનું પ્રથમ એવું હનુમાન મંદિર જ્યાં શ્રીફળરુપી ડુંગર ખડકાયોઃ બનાસકાંઠામાં શ્રદ્ધાનું કેન્દ્ર

અટલ સમાચાર, પાલનપુર (ભગવાન રાયગોર) શ્રધ્ધાની વાત કરીએ ત્યારે તે શું છે, કેવી છે, કેવી રીતે હોય તેવા પ્રશ્નોને સ્થાન મળતું નથી. શ્રધ્ધા એ અપાર છે, અને હિન્દુ ધર્મમાં ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રધ્ધા સમાજ જીવનને ટકાવી રાખવાનો મજબૂત સ્તંભ છે આવું જ એક શ્રધ્ધાનુ કેન્દ્ર એટલે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનું ગેડા ગામ. આ ગામમાં હનુમાનજી
 
ભારતનું પ્રથમ એવું હનુમાન મંદિર જ્યાં શ્રીફળરુપી ડુંગર ખડકાયોઃ બનાસકાંઠામાં શ્રદ્ધાનું કેન્દ્ર

અટલ સમાચાર, પાલનપુર (ભગવાન રાયગોર)

શ્રધ્ધાની વાત કરીએ ત્યારે તે શું છે, કેવી છે, કેવી રીતે હોય તેવા પ્રશ્નોને સ્થાન મળતું નથી. શ્રધ્ધા એ અપાર છે, અને હિન્દુ ધર્મમાં ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રધ્ધા સમાજ જીવનને ટકાવી રાખવાનો મજબૂત સ્તંભ છે

ભારતનું પ્રથમ એવું હનુમાન મંદિર જ્યાં શ્રીફળરુપી ડુંગર ખડકાયોઃ બનાસકાંઠામાં શ્રદ્ધાનું કેન્દ્રઆવું જ એક શ્રધ્ધાનુ કેન્દ્ર એટલે બનાસકાંઠા  જિલ્લાના લાખણી તાલુકાનું ગેડા ગામ. આ ગામમાં હનુમાનજી વર્ષોથી શ્રધ્ધાનું કેન્દ્ર છે. ભારતભરના શ્રધ્ધાળુઓ અહીં બાધા-આખડી પુરી કરવા માટે દર શનિવારે અચૂક પધારી રહ્યા છે. અને જેવું જ કામ પુરુ થાય ત્યાં હનુમાનજીને શ્રીફળ ચડાવવાનું એટલે માનતા પુરી. અને આજે આ એક-એક શ્રીફળ કરીને ગામની બે વીઘાથી વધુ જમીનમાં શ્રીફળરુપી ડુંગરનો નજારો જોવા મળી રહ્યો. આ મંદિર હનુમાનજી શ્રીફળ મંદિર તરીકે પણ ઓળખ પ્રાપ્ત કરી ચુક્યું છે.

ગેડા ગામમાં શ્રીફળનો અંબાર જોઈ શ્રધ્ધાળુઓની દિવસેને દિવસે હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થતો જાય છે. અને તમામ ભક્તોની અંજનીપુત્ર બાધા-આખડીઓ પુરી પણ કરી છે. અહીં દર શનિવારે મેળો ભરાય છે, જ્યાં બધા જ પ્રકારની સગવડ મળી રહે છે. ગામમાં દર શનિવારે 50 હજારથી વધુ લોકો દર્શન કરવા આવતા હોવાછતાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ઉભી થતી આજદિન સુધી જણાઈ આવી નથી.

એક શ્રીફળની કિંમત એક રુપયે કરવા જઈએ તો પણ કરોડોમાં થાય ઃ ગામના આગેવાન

ગામના આગેવાન અજયભાઈ ચાૈધરીએ જણાવ્યું હતું કે, દર અઠવાડીયે બે ટ્રક જેટલા શ્રીફળ દાદાને ધરાવવામાં આવે છે. અને જો આ શ્રીફળની કિંમત એક શ્રીફળના એક રુપિયાનું મૂલ્ય ગણવા જઈએ તો પણ કરોડો રુપિયા થાય એટલા વિશાળ જથ્થામાં શ્રીફળનો ડુંગર ખડકાયો છે.

24 કલાકમાં હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે

ગેડા ગામ બનાસકાંઠામાં એટલું પ્રખ્યાત છે કે શનિવાર એટલે પવિત્ર ગેડા ગામમાં હનુમાનજીના દર્શન. જેથી આગલી રાતે 12 વાગ્યાથી લઈ શનિવારની રાતના 12 વાગ્યા સુધીમાં હજારો શ્રધ્ધાળુઓ શિશ નમાવવા ઉમટી પડે છે.