છેલ્લા ત્રીસ વર્ષથી ગઢને તાલુકો બનાવવાની માંગણી અદ્ધરતાલ

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર તાલુકાનું ગઢ ગામ નવાબી સમયમાં મહાલ એટલે કે તહેશીલ ગણાતું. સમય જતાં તેનું પાલનપુર તાલુકામાં વિલીનીકરણ કરાયું હતું. આમ તાલુકાનો દરજ્જો ધરાવતું ગઢ હાલ તાલુકાના દરજ્જાથી વંચિત બનવા પામ્યું છે. અને છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારના આગેવાનો દ્વારા ગઢને તાલુકો બનાવવાની માંગણી કરાઇ રહી છે. જ્યાં પાલનપુર ખાતે યોજાઇ રહેલ રાજ્યકક્ષાના
 
છેલ્લા ત્રીસ વર્ષથી ગઢને તાલુકો બનાવવાની માંગણી અદ્ધરતાલ

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર તાલુકાનું ગઢ ગામ નવાબી સમયમાં મહાલ એટલે કે તહેશીલ ગણાતું. સમય જતાં તેનું પાલનપુર તાલુકામાં વિલીનીકરણ કરાયું હતું. આમ તાલુકાનો દરજ્જો ધરાવતું ગઢ હાલ તાલુકાના દરજ્જાથી વંચિત બનવા પામ્યું છે. અને છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારના આગેવાનો દ્વારા ગઢને તાલુકો બનાવવાની માંગણી કરાઇ રહી છે. જ્યાં પાલનપુર ખાતે યોજાઇ રહેલ રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગઢને તાલુકો જાહેર કરે એવી માંગ ઉઠી છે.

ગઢ ગામ આજુબાજુના 30 ગામોનું સેન્ટર ગામ છે. જ્યાં આજુબાજુના ગામોનાં લોકો આરોગ્ય સેવા, ડાયમંડ તેમજ સરકારી કામકાજ માટે મોટી સંખ્યામાં આવે છે. વાત કરવામાં આવે તો ગઢ ગામમાં તાલુકા કક્ષાનું પોલીસ મથક, પોસ્ટ ઓફિસ, સહકારી બેન્ક, દેનાબેન્ક, સ્ટેટ બેન્ક, યુજીવીસીએલ કચેરી, પ્રાથમિકથી હાઇસ્કુલ, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ, આઇટીઆઇ, કોલેજ તેમજ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, ડાયમંડ ફેકટરીઓ તેમજ સહકારી મંડળી, સહકારી ડેરી તેમજ જીવન જરૂરિયાતને લગતી તમામ દુકાનો જેવી સુવિધાઓ ધરાવે છે. ગઢને તાલુકો બનાવો સંઘર્ષ સમિતિએ રાજકીય તેમજ સામાજિક આગેવાનોને સાથે રાખીને 4 વર્ષથી ચલાવેલ મુહિમ થકી ધારાસભ્ય, કેન્દ્રિય મંત્રી, કેબિનેટ મંત્રીને આવેદનપત્ર અપાયું છે. રાજયકક્ષાના યોજાઈ રહેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગઢને તાલુકા જાહેર કરે એવી વિસ્તારની માંગ ઉઠવા પામી છે. અગાઉના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પણ ગઢને તાલુકો બનાવવાની ખાત્રી આપી હતી. અને રાજપા સરકારમાં સ્વર્ગસ્થ બી.કે.ગઢવીએ પણ ગઢને તાલુકો બનાવની ખાત્રી આપી હતી. જેમાં દાંતીવાડા તાલુકો થઇ ગયો અને અમે રહી ગયા. હાલમાં જ કોંગ્રેસની જિલ્લા પંચાયતે ગઢને તાલુકો બનાવવાનો ઠરાવ પણ કરી દીધો છે. વિરોધપક્ષ પણ ગઢને તાલુકો બનાવવા માંગતું હોય તો ચાલું સરકાર ગઢને તાલુકો બનાવી અમારી વર્ષો જૂની માંગણી પુરી કરે એવી લાગણી અને માંગણી છે.