ઘનઘોર: ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, ઉદાસ ચહેરાને આવી ખુશીની ચમક

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ અલગ-અલગ રીતે મેઘમહેર યથાવત છે. આનાથી ઉનાળાની આકરી ગરમી બાદ રાહત મળવા સાથે અલગ-અલગ વર્ગના લોકોના ચહેરાને ખુશી આવી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પ થી પ૦ મિમિ. સુધીનો વરસાદ થયો છે. જેથી ખેડુતો, પશુપાલકો અને
 
ઘનઘોર: ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, ઉદાસ ચહેરાને આવી ખુશીની ચમક

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ

છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ અલગ-અલગ રીતે મેઘમહેર યથાવત છે. આનાથી ઉનાળાની આકરી ગરમી બાદ રાહત મળવા સાથે અલગ-અલગ વર્ગના લોકોના ચહેરાને ખુશી આવી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પ થી પ૦ મિમિ. સુધીનો વરસાદ થયો છે. જેથી ખેડુતો, પશુપાલકો અને આમ નાગરિકોના ઉદાસ ચહેરા ચમકયા છે.

સૌરાષ્ટ અને કચ્છમાં વાયુ વાવાઝોડાંની પરોક્ષ અસર ઉત્તર ગુજરાતમાં થઇ છે. છેલ્લા ત્રણેક દિવસથી ઘનઘોર વાતાવરણ અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ આપી રહયુ છે. ઘડીમાં મોટું ઝાપટું તો ઘડીમાં તડકો આવી રહયો છે. જેનાથી ગરમીથી મહદઅંશે રાહત મળી તો વાવણીલાયક વિસ્તારના ખેડુતોને ગત દૂષ્કાળ બાદ ખુશી આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી કેટલાક કલાકો દરમ્યાન ભારે પવન સાથે વરસાદની આગાહી હોઇ સંબંધિત ડીઝાસ્ટર એકમને સુચિત કરાયા છે. આવી સ્થિતિમાં વિજ વિભાગ અને વન વિભાગને પુર્વ તૈયારી સાથે પરિસ્થિતિ રાબેતા મુજબ કરવા દોડધામ વધી છે.