ઘટસ્ફોટ@રાજપીપળા: એસ.એસની જોડીનો નર્મદા જિલ્લામાં વેપારી ભરડો, દરેક કામોમાં જાણો કેવી સેટિંગબાજી

 
Narmada
લાભાર્થીઓને મળેલ લાભો સદર નાણાંકીય વર્ષના ચકાસવામાં આવે તો પણ કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

નર્મદા જિલ્લામાં કેવી રીતે અને કેમ ભાજપના સંનિષ્ઠ અને ગરીબલક્ષી કામો છતાં વિપક્ષને જનાધાર વધી રહ્યું તેની ઉપર સ્વતંત્ર સમીક્ષા જરૂરી બનતી જાય છે. આદીવાસી વર્ગ માટેની અનેકવિધ યોજના અને થોકબંધ ગ્રાન્ટો થકી આવતાં કામોમાં તકવાદી અને સેટિંગવાદી ઘૂસણખોરી વધી રહી છે. ગ્રાન્ટનો અધિકાર ધરાવતાં સત્તાના બળિયા અને કુંભ રાશિના 2 વેપારી બળીયાએ છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર નર્મદા જિલ્લામાં વેપારી ભરડો લીધો છે. આ બંને બાજુના ભરડાથી ગરીબલક્ષી યોજના જમીની સ્તરે થવી જોઈએ તેવી ક્વોલિટી અને ક્વોન્ટીટી મુજબ થતી નથી. લગભગ તમામ કામોમાં એસ.એસની જોડીનો વેપાર હોવાથી ગુણવત્તાનુ નામ પૂછવા જેવું નથી. જાણીએ કેવી રીતે અને કઈ મોડસ ઓપરેન્ડી હેઠળ નર્મદા જિલ્લામાં થયો છે ગ્રાન્ટનો વેપારી ખેલ.

નર્મદા જિલ્લાનુ વડું મથક રાજપીપળા છે અને અહિંથી સમગ્ર જિલ્લાનો વિકાસ ગ્રાન્ટ આવ્યા બાદ શરૂ થાય છે. નર્મદા આમ તો બહુલ આદિજાતિ વર્ગનો હોઈ ટ્રાયેબલ, ન્યૂ ગુજરાત પેટર્ન અને આયોજનની વર્ષે દહાડે કરોડોની ગ્રાન્ટ આવે છે. આ ગ્રાન્ટમાં રાજકીય ચંચૂપાત ના હોવાથી સત્તાના બળિયા અને કુંભ રાશિના 2 વેપારી ઈસમોએ વર્ષ 2021-22થી વર્ષ 2023-24 સુધી ચોંકાવનારી હદે સ્વવિકાસના ફટકા લગાવી દીધા છે. દરેક કામોમાં સંજુ અને સંદીના માણસો કામો મેળવી લે અને વેપારી સ્ટાઇલે કામો કરતા રહ્યા હતા. આ બંને જણાનાં કામોની ગુણવત્તા જુઓ અને તત્કાલીન પટેલના આવક સામે સંપત્તિ જુઓ તો ચોંકી જવાય તેવો ઘટસ્ફોટ થાય છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ટીએસપીની ગ્રાન્ટમાં છેલ્લા કેટલાક વર્ષોથી વર્ગ 3નો કર્મચારી જાણે વહીવટદાર બની બેઠો છે. આ વહીવટદાર કચેરીમાં કોઈપણ સાહેબ આવે તોય ગઠજોડ કરી સંજુ અને સંદી માટે કામ પાર પાડતો રહ્યો છે. માત્ર આ વહીવટદારની હકીકતની આવક સામે સ્થાવર જંગમ મિલકત તપાસવામાં આવે તો એસીબી મોટી કાર્યવાહી કરી શકે તેવી સ્થિતિ છે. આટલુ જ નહિ, પટેલના સમયમાં તો હદ વગરનો અને બેફામ ભ્રષ્ટાચાર આ જોડી, વહીવટ અને પટેલે મળીને કર્યો છે. જરૂરિયાત ના હોય, હકીકતલક્ષી માંગણી ના હોય, ધૂળ ખાય તેવી નોબત બને એમ હોય છતાં આ ત્રિપુટીએ ગ્રાન્ટનો મનસ્વી વહીવટ કર્યો હતો. જે કચેરી કે તેના તાબાના લાભાર્થીઓને મળેલ લાભો સદર નાણાંકીય વર્ષના ચકાસવામાં આવે તો પણ કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. તમે કલ્પના નહિ કરી શકો કે, કોઈ કામમાં 30 લાખ સુધીનો વહીવટ આપતાં હોય તો આ પટેલ સાથે સંજુ અને સંદીએ ભ્રષ્ટાચાર કરવામાં કોઈ કચાશ રાખી હશે? આ 30 લાખની ઉચાપત/લાંચ/વહીવટ/તોડબાજીનો ચોંકાવનારો ઘટસ્ફોટ આવતાં રીપોર્ટમાં કરીશું.