ઘટસ્ફોટ@ગુજરાત: ચોંકાવનારો ખુલાસો! અમદાવાદથી ઝડપાયેલ આતંકવાદી આત્મઘાતી હુમલો કરવાના હતાં

 
આતંકવાદી

ત્રણ પિસ્તોલ અને 20 કારતુસ પહેલેથી જ છુપાવીને રખયા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ-એરપોર્ટ પરથી ચાર આતંકવાદી ઝડપાતા ખળભળાટ સર્જાયો છે ત્યારે તેઓનાં નિશાને હિન્દુ તથા યહુદી નેતાઓ હોવાનો ખુલાસો થયો છે. 14 દિવસનાં રીમાંડ પર સોંપાયેલા ચારેય ત્રાસવાદીઓની પૂછપરછમાં વધુ કેટલાંક ચોંકાવનારા ધડાકા થવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં કેટલાંક વખતથી કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાવાનો સિલસિલો હતો.ડ્રગ્સ માફીયાઓ પછી ત્રાસવાદી સંગઠનોનું ટારગેટ ગુજરાત હોવાની છાપ ઉપસતા સરકાર તથા સુરક્ષા એજન્સીઓ પણ ખળભળી છે.

ચારેય શ્રીલંકાનાં નાગરીકો હોવાનું અને ખતરનાક ત્રાસવાદી સંગઠન આઈએસઆઈ ઈસ્લામીક સ્ટેટનાં સંપર્કમાં હોવાનો ધડાકો થયો છે.પોલીસના સુત્રોએ કહ્યું કે, ચારેય ત્રાસવાદી પાકિસ્તાન સ્થિત આઈએસઆઈના ઓપરેટીવ અબુના સંપર્કમાં હતા. ગુજરાતમાં આત્મઘાતી હુમલા કરવાનો ટારગેટ આપવામાં આવ્યો હતો.યહુદીઓના કેટલાંક મહત્વનાં સ્થળોને નિશાન બનાવવાનું તથા ભાજપ-સંઘ સાથે સંકળાયેલા હિન્દુ નેતાઓ અને યહુદીઓની હત્યા કરવાનું પણ કામ સોંપવામાં આવ્યું હતું.ષડયંત્રને અંજાબ આપે તે પૂર્વે ચારમાંથી એક ત્રાસવાદી પાકિસ્તાનમાં અબુને મળવા પણ જવાનો હતો. તેની પાસેથી પાકિસ્તાની વિઝા મળી આવ્યા હતા. ત્રાસવાદીઓ ગુજરાત કે ભારતમાં લોકલ સંપર્ક પણ ધરાવતા હોવાની સુરક્ષા એજન્સીઓને શંકા છે.

જેમાં શંકાના દાયરામાં ઈન્ડિગો ફ્લાઇટના ચાર મુસાફરો આવ્યા હતા. જેના નામ હતા નુસરથ ગની, નફરાન નૈફેર, ફારીસ ફારૂક અને રસદીન રહીમ હતા. ગુજરાત એટીએસે 19મીને રાત્રે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પર ફલાઇટ આવે એ પહેલા જ કોર્ડન કરીને નુસરથ ગની, નફરાન નૈફેર, ફારીસ ફારૂક અને રસદીન રહીમને પકડી પડ્યા હતા. આતંકીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, હેન્ડલર અબુ બકર બગદાદીના ગત ફેબ્રુઆરી માસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા અને આતંકી સંગઠનમાં જોડયા હતા.હેન્ડલર અબુ બકર બગદાદી મૂળ શ્રીલંકાનો છે અને હાલ પાકિસ્તાનમાં વસવાટ કરે છે.

હેન્ડલર અબુ બકર બગદાદીએ ગુજરાત આવવા માટે કહ્યું હતું અને અબુ બેકાર બગદાદીએ શ્રીલંકાના ચલણમાં 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા ત્યારે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ચાર આતંકીઓ હુમલો કરવા માટેથી હથિયાર પણ ગાંધીનગરના ચિલોડા ખાતેથી નર્મદા કેનાલ પાસે અવાવરૂ જગ્યા પર ત્રણ પિસ્તોલ અને 20 કારતુસ પહેલેથી જ છુપાવીને રખયા હતા, જે લેવા જવાના હતા અને ત્યારબાદ હુમલો કરવાના હતા, પરંતુ તે પહેલા જ ગુજરાત એટીએસએ પકડી પાડ્યા હતા.