ઘટસ્ફોટ@મોરબી: ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો નકલી 1.5 કરોડની નશીલી કફ સિરપનો જથ્થો જપ્ત કરાયો

 
કફ સિરાફ નો જથ્થો
પોલીસે અન્ય આરોપીઓને શોધવા માટે ચક્રો કર્યા ગતિમાન 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં LCB ટીમે વધુ એક નશીલી સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ટીમે મોરબીમાંથી ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો નકલી સિરપનો જથ્થો જપ્ત કર્યો છે.મોરબી જિલ્લાના એક ગોડાઉનમાંથી 400 પેટી નશીલી સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ખાનગી ગોડાઉનમાંથી આશરે 1.5 કરોડનો નશીલી કફ સિરપનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

તે ઉપરાંત મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગોડાઉનના સંચાલક મનીષ પટેલની પણ ધરપકડ કરી છે.જોકે તપાસમાં સામે આવ્યું હતું કે, આ નકલી સિરપનો જથ્થો ત્રિપુરાથી આવ્યો હતો. તે ઉપરાંત પોલીસે નકલી સિરપનો જથ્થો મોકલનાર ઈસમ રવી પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે મોરબી તાલુકામાં પોલીસે ગુનો નોંધીને આગળ તજવીજ હાથ ધરી છે.

જોકે આ સમગ્ર મામલે પોલીસ તપાસને અનુરૂપ ભવિષ્યમાં સત્તાવાર માહિતી જાહેર કરશે. તે ઉપરાંત આ ઘટના અન્ય આરોપીઓના નામ પણ સામે આવ્યા છે. તેમને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વહેલી તકે ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.