ઘટસ્ફોટ@રાજપીપળા: વીજ કંપનીમાં ફરતા ખાનગી વાહનો દ્વારા લાખો રૂપિયાની ટેક્ષ ચોરી થતી હોવાનું આવ્યું સામે, જાણો મામલો વિગતે

 
રાજપીપળા

વીજ કંપનીના અધિકારીને પત્ર દ્વારા જણાવતા ખાનગી વાહનોના ટેક્ષ ચોરી કરતા તત્વો માં ફફડાટ ફેલાયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કાર્યરત વીજ કંપનીની કચેરીઓમાં ચાલતા પ્રાઇવેટ પાર્સિંગનાં વાહનો ગેરકાયદેસર રીતે ચાલતા હોય અને ટેકસી-મેક્ષી પાર્સિંગ ન હોવા છતા કોમર્શિયલ/ધંધાદારી હેતુ માટે ઉપયોગ થતો હોવા બાબતે દિગજીશ પી.વસાવાની નામના વ્યક્તિનું આરટીઓમાં અરજી જતા નર્મદા આરટીઓ ચોંકી ઉઠ્યા હતા અને આ બાબતે વીજ કંપનીના અધિકારીને પત્ર લખી તાકીદ કરી છે.

આરટીઓ એ વીજ કંપનીના અધિકારીને કડક શબ્દોમાં લખેલા પત્રમાં જણાવ્યું હતું કે અરજદાર અરજીમાં જણાવે છે નર્મદા જીલ્લામાં દક્ષિણ ગુજરાત વિજ કંપની લી.નાં રાજપીપળા વિભાગીય કચેરીના તાબા હેઠળ તેમજ તેની અલગ અલગ પેટા-વિભાગીય કચેરી રાજપીપળા,રાજપારડી, સાગબારા, ચીકદા, કેવડીયા,ગરુડેશ્વર,તિલકવાડા હેઠળ કુલ ૩૫ થી ૪૦ જેટલા પ્રાઇવેટ પાસીંગનાં ફોર વ્હીલ વાહનો ગેરકાયદેસર રીતે વર્ક ઓર્ડર વગર ચાલે છે અને ટેક્ષી-મેક્ષી પાર્સીગ ન હોવા છતા કોમર્શિયલ/ધંધાદારી હેતુ તરીકે તેનો ઉપયોગ થાય છે તે થકી ગુજરાત સરકારને ટેક્ષ/વેરાનું નુકશાન થાય છે.આ પ્રાઈવેટ પાર્કીંગનાં ફોર વ્હીલ વાહનો છેલ્લા બે-ત્રણ વર્ષથી કોમર્શિયલ/ધંધાદારી હેતુના ટેક્ષની ચોરી કરી રહ્યા છે.

આ પ્રાઇવેટ પાર્સીગનાં વાહન ધારકો/માલિકો દ્વારા દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ રાજપીપળા વિભાગીય કચેરી પાસેથી લાખો રૂપિયાની રકમનું પેમેન્ટ મેળવે છે અને ટેક્ષ ચોરી કરેલ છે. જેથી આવા પ્રાઇવેટ વાહનો ઓફીસ કામગીરી કે અન્ય કામગીરીમાં રાખવા નહિ અને આવા વાહનો ચેકિંગ દરમિયાન પકડાશે તો નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે.