આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગોધરાના રમખાણો બાદ ગુલબર્ગ સોસાયાટીમાં 28 ફેબ્રુઆરી 2002ના રોજ 69 લોકોના મોત નિપજ્યાં હતા. આ ઘટનાને 18 વર્ષ થઈ ગયા છે. 18 વર્ષ બાદ 2 પરિવાર ગુલબર્ગ સોસાયટીમાં રહેવા તૈયાર થયા છે. આ પરિવાર એવા સમયે ગુલબર્ગ સોસોયટીમાં પાછા ફરી રહ્યાં છે જ્યારે ખંભાતથી લઈ દિલ્હીમાં હિંસા ભડકી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં ગોધરાની ઘટના બાદ થયેલા રમખાણોમાં ગુલબર્ગ સોસાયટી વેરાન થઈ ગઈ હતી. 28 ફેબ્રુઆરી 2002ના રોજ થયેલી હિંસામાં 69 લોકોના મોત નિપજ્યા હતા અને જે લોકો બચ્યા હતા તે ઘર છોડીને ચાલ્યા ગયા હતા. આ ઘટનાના 18 વર્ષ બાદ 2 પરિવાર ગુલબર્ગ સોસાયટીમાં પાછા ફરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

ગુલબર્ગ સોસાયટીના રહેવાસી ફિરોઝ ખાન પઠાને કહ્યું છે કે, હુ મારા બંગલાનું સમારકામ કરાવીશ અને આવનારા 6 મહિનાની અંદર તેમાં રહેવા જઈશ. તેમણે એમ પણ કહ્યું કે , ‘ગુલબર્ગ સોસાયટીમાં મારુ ઘર 220 વારમાં છે. આ જગ્યા સિવાય આટલું મોટું ઘર હું બીજે ક્યાંય ખરીદી નહીં શકું. મારા માટે દરેક જગ્યાએ પોલીસ સુરક્ષા છે.

નોંધનિય છે કે, ફિરોજ ખાન અત્યારે જુહાપુરામાં ભાડાના મકાનમાં રહે છે. ફિરોજ ખાનના પરિવારના 10 લોકોના જીવ ગયા હતા. જેમાં તેમના મમ્મી, દાદી, ભાઈ, ભાભી, ભત્રીજો. ભત્રીજી અને કાકી સહિતનો લોકોનો સમાવેશ થયો હતો. ફિરોજ ખાને માનવાધિકાર કાર્યકર્તા તિસ્તા સેતલવાડની વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તિસ્તા ગુલબર્ગ સોસાયટીના પીડિતોના નામે પૈસા ભેગા કરી રહ્યા છે અને તેનો દુર ઉપયોગ કરી રહ્યાં છે.

આ કારણોસર ઘણા લોકો ત્યાં જવા માંગતા નથી

બીજી તરફ ગુલબર્ગ સોસાયટીમાં રહેવાસી અને હાલ જૂહાપુરામાં રહી મ્યૂઝિક બેંડ ચલાવનારા ફિરોઝ બાંદેલી શેખનું કહેવું છે કે બીજા લોકો જશે તો તે પણ પોતાના જૂના ઘરે જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે,’જો કે ત્યાં ઘણા લોકોના મોત નિપજ્યા હોવાથી ઘણા લોકો ત્યાં જવા માંગતા નથી.’ લોકોના જતા રહેવાના કારણે ગુલબર્ગ સોસાયટી ભૂતિયા લાગી રહી છે. આ મકાનોમાં લોકોને સળગાવેલાના નિશાનો દેખાઈ રહ્યાં છે. આ સમગ્ર સોસાયટીમાં પ્રતિદિન ફક્ત એક વ્યક્તિ કસમ મંસૂરી આવે છે. જેનો અહીં બિજનેસ છેય તે સવારે 10 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે આવે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code