વેપારઃ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે રૂ.348નો ઉછાળો, ચાંદીમાં 794 વધ્યા

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉનમાં આ રીતની છૂટછાટ હવે અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે બજારોમાં પણ આશાનું કિરણ રેલાયું છે. આંતરરાષ્ટ્રીય બજારના મજબૂત સંકેતોના પગલે દેશની રાજધાનીના હાજિર સરાફા બજારમાં સોમવારે સોનાનો ભાવ 348 રૂપિયાના ઉછાળા સાથે 46,959 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો. એચડીએફસી સિક્યુરિટીઝે આ જાણકારી આપી. અટલ સમાચાર
 
વેપારઃ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે રૂ.348નો ઉછાળો, ચાંદીમાં 794 વધ્યા

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉનમાં આ રીતની છૂટછાટ હવે અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે બજારોમાં પણ આશાનું
કિરણ રેલાયું છે. આંતરરાષ્ટ્રીય બજારના મજબૂત સંકેતોના પગલે દેશની રાજધાનીના હાજિર સરાફા બજારમાં સોમવારે
સોનાનો ભાવ 348 રૂપિયાના ઉછાળા સાથે 46,959 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો. એચડીએફસી સિક્યુરિટીઝે
આ જાણકારી આપી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અગાઉ ગત કારોબારી સત્રમાં સોનાનો ભાવ 46,611 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. ચાંદીનો ભાવ  પણ 794 રૂપિયાનો ઉછાળો દર્શાવતા 49,245 પ્રતિ કિગ્રા પર બંધ થયો. એચડીએફસી સિક્યુરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યું કે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવોમાં તેજી વચ્ચે દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજિર ભાવમાં 348 રૂપિયાનો ઉછાળો આવ્યો. તેમણે કહ્યું કે વેપારી ગતિવિધિઓ અને પરિવહન સેવાઓ ફરીથી શરૂ થઈ જતા આવનારા મહીનાઓમાં માગની સ્થિતિમાં ક્રમિક સુધારો જોવા મળશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ તેજી સાથે 1696 ડોલર પ્રતિ ઔંસ થયો જ્યારે ચાંદીનો ભાવ તેજી દર્શાવતા 17.68 ડોલર પ્રતિ ઔંસ થયો. આ બધા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા સોમવારે સરકાર પર કટાક્ષ કરાત કહ્યું કે સરકાર ગરીબ છે આથી તેને વધુ કરની જરૂર છે. તેમણે ટ્વીટ કરી કે ઈંધણના ભાવો 2 દિવસમાં 2 વાર વધ્યાં. બે અઠવાડિયા પહેલા કરમાં વધારો થયો. આ વખતે ઓઈલ કંપનીઓના ફાયદા માટે ભાવમાં વધારો કરાયો.