વેપારઃ સોનું ઓલટાઇમ હાઇથી 9,900 રૂપિયા સસ્તું ખરીદવાની તક, જાણો આજનો ભાવ

અટલ સમાચાર, ડેસ્ક સપ્તાહના પ્રથમ દિવસે સોનાના કારોબાર ફ્લેટ જોવા મળી રહ્યો છે, જ્યારે ચાંદીમાં હકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોમવાર સવારે 10:20 વાગ્યે સોનું વાયદો 0.01 ટકાના સામાન્ય ઘટાડાની સાથે 46,283 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી વાયદામાં 0.29 ટકા એટલે કે 173 રૂપિયાનો
 
વેપારઃ સોનું ઓલટાઇમ હાઇથી 9,900 રૂપિયા સસ્તું ખરીદવાની તક, જાણો આજનો ભાવ

અટલ સમાચાર, ડેસ્ક

સપ્તાહના પ્રથમ દિવસે સોનાના કારોબાર ફ્લેટ જોવા મળી રહ્યો છે, જ્યારે ચાંદીમાં હકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોમવાર સવારે 10:20 વાગ્યે સોનું વાયદો 0.01 ટકાના સામાન્ય ઘટાડાની સાથે 46,283 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી વાયદામાં 0.29 ટકા એટલે કે 173 રૂપિયાનો ઉછાળો જોવા મળતાં ભાવ 60,723 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. આજે સોનું વાયદો 46,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હજુ પણ લગભગ 9,900 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોમોડિટી માર્કેટના જાણકારોનું કહેવું છે કે ડૉલર અને બોન્ડ પર મળનારા વ્યાજમાં તેજીના કારે સોનાની કિંમત પર દબાણ ઊભું થયું છે. હાલમાં એવું લાગે છે કે સોનાની કિંમત પર દબાણ ચાલુ રહેશે. જોકે, કાચા તેલના ભાવમાં તેજીના કારણે દુનિયામાં મોંઘવારી દરમાં વધારો થશે. એવામાં ફરીથી સોનાની ડિમાન્ડમાં તેજી આવશે અને કિંમતમાં ઉછાળો શક્ય છે. એવામાં ઓક્ટોબરના ત્રીજા સપ્તાહથી સોનાની કિંમતમાં તેજીનો ટ્રેડ ફરીથી શરૂ થઈ શકે છે. ફેસ્ટિવ સીઝન નજીક આવવાના કારણે પણ ડિમાન્ડમાં તેજી આવશે અને કિંમતમાં વધારાની શક્યતા જોવા મળી રહી છે.

ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, સોમવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 47,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત 47,430 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત 47,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,500 રૂપિયા છે.