વેપારઃ કોરોનામાં સપ્તાહના પહેલા દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી

અટલ સમાચાર, ડેસ્ક સપ્તાહના પહેલા દિવસ સોનાના ભાવમાં તેજી જોવા મળી. મૂળે રોકાણકારોની નજર આ સપ્તાહ ફેડરલ રિઝર્વની બેઠક પર છે. સાથોસાથ ડૉલરમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. એવામાં ફેડ દ્વારા મોંઘવારી પર કાબૂ મેળવવાને લઈ ભરવામાં આવેલા પગલાઓ પર રોકાણકારોની નજર છે. આ જ કારણ છે કે સોમવારે અમેરિકામાં સ્પોટ ગોલ્ડનો ભાવ 0.2
 
વેપારઃ કોરોનામાં સપ્તાહના પહેલા દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી

અટલ સમાચાર, ડેસ્ક

સપ્તાહના પહેલા દિવસ સોનાના ભાવમાં તેજી જોવા મળી. મૂળે રોકાણકારોની નજર આ સપ્તાહ ફેડરલ રિઝર્વની બેઠક પર છે. સાથોસાથ ડૉલરમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. એવામાં ફેડ દ્વારા મોંઘવારી પર કાબૂ મેળવવાને લઈ ભરવામાં આવેલા પગલાઓ પર રોકાણકારોની નજર છે. આ જ કારણ છે કે સોમવારે અમેરિકામાં સ્પોટ ગોલ્ડનો ભાવ 0.2 ટકા વધીને 1,953.37 પર પહોંચી ગયો. જ્યારે અમેરિકાના વાયદા બજારમાં સોનાનો ભાવ 0.1 ટકાના વધારા સાથે 1,960.50 ડૉલર પ્રતિ ઔસ પર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતમાં સોનાની વાત કરીએ તો ગત સપ્તાહ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 207 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. ત્યારબાદ અહીં 10 ગ્રામ સોનાનો ભાવ 52,672 રૂપિયા પર પહોંચી ગયો. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ગત સપ્તાહે 251 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઉછાળો જોવા મળ્યો છે. ત્યારબાદ નવો ભાવ 69,841 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે રોકાણકારોની નજર આ વાત પર છે કે જેરોમ પાવેલને નાણાકીય પ્રોત્સાહન પર શું વલણ રાખે છે. જો હજુ પણ નાણાકીય પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવે છે તો તેનાથી ડૉલરમાં નબળાઇ આવશે. નબળા ડૉલર રોકાણકારો માટે સોનામાં રોકાણ માટે સકારાત્મક હશે. કોરોના વાયરસ મહામારીને ધ્યાને લઈ દુનિયાભરની સરકારો અને કેન્દ્રીય બેન્કોએ મોટા સ્તરે રાહત પેકેજની જાહેરાત કરી છે જેથી અર્થવ્યવસ્થાને પાટા પર લાવી શકાય. આ કારણ છે કે આ વર્ષે સોનાના ભાવમાં લગભગ 29 ટકાનો વધારો નોંધાયો છે.