આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામતનો લાભ આપવાની જાહેરાત

કેન્દ્રની મોદી સરકારે મૂકેલા 10 ટકા સવર્ણો અનામતના બિલને લોકસભા અને રાજ્યસભામાં મંજૂરી મળ્યા બાદ ગુજરાતમાં આવતીકાલથી જ તેનો અમલ કરાશે. આવતીકાલે એટલે કે મકરસંક્રાંતિના દિવસથી જ રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામતનો લાભ આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા પાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10ટકા અનામતનો લાભ અપાશે. ઉલ્લેખનીય છે કે, ભરતી માટેની કોઈ જ પ્રક્રિયા શરૂ ન થઇ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે.

29 Sep 2020, 3:33 AM (GMT)

COVID-19 Global Stats

33,549,873 Total Cases
1,006,379 Death Cases
24,878,124 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code