આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠા જિલ્લામાં સરકારી અનાજનો કાળો કારોબાર ચાલી રહ્યાનું સામે છે. ડીસાના રાજપુર રોડ ઉપર એક ફલોર મીલમાં સરકારી અનાજના 6 કટા નજરે પડતાં દોડધામ મચી ગઇ હતી. સ્થાનિકોએ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી સરકારી અનાજના કટા કબજે કરવામાં આવ્યા હતા.

સસ્તા અનાજના સંચાલકો સરકારી અનાજનું બારોબારીયુ કરતાં હોવા સામે આશંકા ઉભી કરતી ઘટના‌ સામે આવી છે. ડીસા રાજપુર વિસ્તારમાં લોટ દળવાની ઘંટી ઉપર સરકારી અનાજનો જથ્થો આવ્યો હોવાની વાત ચર્ચામાં આવી હતી. ગરમાગરમી વચ્ચે સ્થાનિકોએ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનને જાણ કરી દીધી હતી. પીએસઆઇને તપાસ દરમિયાન કુલ 6 કટ્ટામા ભરેલું અનાજ સરકારી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે સમગ્ર મામલે સરકારી અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો, કોણ લાવ્યું, કયા સંચાલકનો હતો તે સહિતના સવાલોના જવાબ શોધવા સાથે આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code