File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

રાધનપુર ગંજબજારના વિવાદાસ્પદ ચેરમેન અને સેક્રેટરી સામે ગુરૂવારે ફરીયાદ દાખલ થઇ છે. અગાઉની ફરીયાદ પાછી લેવી નહી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાની ફરીયાદ સ્થાનિક રહીશ રામાભાઇ ચૌધરીએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં આપી છે. શુક્રવારે છેડતીની ફરીયાદની હાઇકોર્ટમાં સુનાવણી હોવાથી આજે નોંધાયેલી ફરીયાદ અસર પાડી શકે છે.

અરજણસર ગામના રહીશ રામાભાઇ મેહાભાઇ ચૌધરીએ રાધનપુર ગંજબજારના ચેરમેન અમથાભાઇ ચૌધરી અને તેમના પુત્ર ભવાનભાઇ ચૌધરી વિરૂધ્ધ ફરીયાદ કરાવી છે. અગાઉની ફરીયાદ પાછી લેવા પોતાના ખેતરે ચેરમેન અને સેક્રેટરીએ દોડી આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું લખાવ્યુ છે. ચેરમેન અમથાભાઇ ચૌધરીનો પુત્ર રાધનપુર યાર્ડમાં સેક્રેટરી છે ત્યારે બંને અગાઉની છેડતીની ફરીયાદનો સામનો કરી રહયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આરોપી પિતા-પુત્ર સામે દાખલ છેડતી ફરીયાદ મામલે શુક્રવારે હાઇકોર્ટમાં સુનાવણી થવાની છે. આવા સંજોગોમાં ગુરૂવારે વધુ એક ફરીયાદ દાખલ થતા ચેરમેન અને સેક્રેટરી સામે પરિસ્થિતિ વિકટ બની રહી છે. ઉલ્લેખનિય છે કે, ફરીયાદી રામાભાઇ બંને આરોપી વિરૂધ્ધ સતત ત્રીજી ફરીયાદ દાખલ કરાવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.

ઘરપકડ થવાની સંભાવના જોતા રાજકીય ગરમાવો

રાધનપુર ગંજબજારના સત્તાધીશ અને આરોપી એવા પિતા-પુત્રની ઘરપકડ સામે છેલ્લા કેટલાક દિવસોથી સ્ટે ચાલી રહયો છે. જેના સંદર્ભે શુક્રવારે હાઇકોર્ટમાં સુનાવણી હોવાથી આજની ફરીયાદ જોતા ઘરપકડ થવાની સંભાવના ઉભી થઇ છે. જેનાથી રાધનપુર શહેર અને તાલુકાના રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code