ખુશખબરઃ 3 મહીના ટેક હોમ સેલરી મળશે, 4.3 કરોડ લોકોને થશે ફાયદો

અટલ સમાચાર, ડેસ્ક સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે નોકરી ગુમાવવા અને સેલરી કપાતની વાત ચાલી રહી છે. આ દરમિયાન બીજી તરફ સારા સમાચાર આવી રહ્યા છે. હવે તમને આગામી ત્રણ મહિના ટેક હોમ સેલરી વધુ મળશે. કેન્દ્ર સરકારે તેના માટે તમામ રાજ્ય સરકારો અને કંપનીઓને નવો આદેશ જાહેર કર્યો છે. સરકારે તે નિર્ણયથી
 

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે નોકરી ગુમાવવા અને સેલરી કપાતની વાત ચાલી રહી છે. આ દરમિયાન બીજી તરફ સારા સમાચાર આવી રહ્યા છે. હવે તમને આગામી ત્રણ મહિના ટેક હોમ સેલરી વધુ મળશે. કેન્દ્ર સરકારે તેના માટે તમામ રાજ્ય સરકારો અને કંપનીઓને નવો આદેશ જાહેર કર્યો છે. સરકારે તે નિર્ણયથી લગભગ 4.3 કરોડ લોકોને સીધો ફાયદો મળવાનો છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ જાહેરાત કરી કે કર્મચારીઓને આર્થિક રીતે સશક્ત કરવા માટે ત્રણ મહિના તેમની સેલરીમાંથી ઓછી કપાત કરવામાં આવશે. જેથી લોકડાઉનની આ ઘડીમાં લોકો વધુ પૈસા ઘરે લઇ જાય. આ બાબરની નાણામંત્રી કહ્યું કે દર મહિને કર્મચારીઓને સેલરીમાંથી થનાર 12 ટકા કપાતને ઘટાની 10 ટકા કરી દેવામાં આવી છે. તેનાથી કર્મચારીઓએને વધુ ઘરે લઇ જઇ શકે. આ નિર્ણયથી દેશના લગભગ 6.5 લાખ કંપનીઓને 4.3 કરોડ કર્મચારીઓને ફાયદો મળશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્ર સરકારે વડાપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ નાના અને મધ્યમ કંપનીઓને પીએફનો પુરો ભાર વહન કરવાનો નિર્ણય કર્યો છે. તેનો અર્થ એ છે કે સરકાર આ કંપનીઓના ભાગ અને કર્મચારીઓને, બંનેના પીએફની ચૂકવણી પોતે કરશે. સરકારે આ જાહેરાતનો ફાયદો તે કંપનીઓને મળશે, જેમની પાસે 100થી ઓછા કર્મચારી છે અને તેમાંથી 90 કર્મચારીઓની સેલરી 15,000 રૂપિયાથી ઓછી છે. ધ્યાન રાખો કે 15થી  વધુ સેલરી પ્રાપ્ત કરનારને તેનો ફાયદો મળશે નહી.

સરકારના આ પગલાંથી કર્મચારીઓને મળનાર ટેક હોમ સેલરીમાં પણ વધારો થઇ ગયો છે. સરકાર તરફથી 2500 કરોડની મદદ પહોંચાડવામાં આવશે. PF કોન્ટ્રીબ્યૂશન આગામી ત્રણ મહિના માટે ઘટાડવામાં આવી રહ્યું છે.  આ નિયોક્તા માટે કરવામાં આવ્યું છે. સરકારી અને PSU કંપનીઓને 12 ટકા જ આપવું પડશે. PSU પીએફના  12 ટકા જ હશે પરંતુ કર્મચારીઓને 10 ટકા પીએફ આપવો પડશે. હત પેકેજની જાહેરાત કરી છે, તેનાથી ઉદ્યોગ જગતને તો મોટો ફાયદો મળશે જ, સાથે જ કર્મચારીઓને પણ તેની સીધે સીધી અસર જોવા મળશે.