ખુશખબરઃ 80 કરોડ લોકોને 3 મહિના સુધી મફતમાં રાશન આપશે, ગૃહ મંત્રાલય

અટલ સમાચાર, ડેસ્ક ગૃહ મંત્રાલયે મંગળવારે સાંજે કહ્યું કે 80 કરોડ લોકોને સરકાર ત્રણ મહિના સુધી મફતમાં રાશન આપશે. ગરીબોને 5 કીલો મફત રાશન આપવામાં આવશે. 24 કલાક રાશનની વહેચણી પર નજર રાખવામાં આવશે. મજૂરોની પરેશાની અને તેમને મદદ કરવા માટે ફરિયાદ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સ્વાસ્થ્ય
 
ખુશખબરઃ 80 કરોડ લોકોને 3 મહિના સુધી મફતમાં રાશન આપશે, ગૃહ મંત્રાલય

અટલ સમાચાર, ડેસ્ક

ગૃહ મંત્રાલયે મંગળવારે સાંજે કહ્યું કે 80 કરોડ લોકોને સરકાર ત્રણ મહિના સુધી મફતમાં રાશન આપશે. ગરીબોને 5 કીલો મફત રાશન આપવામાં આવશે. 24 કલાક રાશનની વહેચણી પર નજર રાખવામાં આવશે. મજૂરોની પરેશાની અને તેમને મદદ કરવા માટે ફરિયાદ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્વાસ્થ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલય અને ICMRની નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં આઈસીએમઆરે કહ્યું હતું કે અમે જણાવ્યું હતું કે અમારી પાસે જે કિટ છે તે છ સપ્તાહ સુધી ચાલી શકે છે. આ સાથે આપણને આરટી-પીસીઆર કિટનો એક જથ્થો મળી ગયો છે. હવે આપણી પાસે કિટની સંખ્યા પૂરતા પ્રમાણમાં છે. ગૃહ મંત્રાલયના અતિરિક્ત મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ કહ્યું હતું કે લોકડાઉનના ભંગ કરવાના આરોપમાં 17585 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 22632 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા છે. ફેક સમાચાર ફેલાવવાને લઈને 12 ટિકટોક બનાવનાર લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. 7 ફેબબુક, 2 ટ્વિટર અને 1 વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કર્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ગઈકાલે 31635 સેમ્પલ ટેસ્ટ કર્યા હતા. 24 કલાકમાં કોરોનાનો 1211 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 31 લોકોના મોત થયા છે, કુલ કેસની સંખ્યા 10363 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 1036 દર્દીઓ સ્વસ્થ થયા છે