ઉકળાટ વચ્ચે સારા સમાચારઃ એપ્રિલમાં વરસાદ પડશે, હવામાન ખાતુ

અટલ સમચાાર, ડેસ્ક હવામાન વિભાગની જાણકારી મુજબ 16-17 એપ્રિલે 60-70 કિમીની ઝડપે આંધી ચાલશે. બંને દિવસે કરા પડવાની પણ શક્યતા છે. જેને પગલે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. જેથી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ દિવસોમાં ધૂળની આંધી અને સામાન્ય વરસાદ રહેશે. બંને દિવસે તાપમાન 36-37 ડિગ્રી રહેશે. 18 એપ્રિલે પણ સામાન્ય વરસાદ
 
ઉકળાટ વચ્ચે સારા સમાચારઃ એપ્રિલમાં વરસાદ પડશે, હવામાન ખાતુ

અટલ સમચાાર, ડેસ્ક

હવામાન વિભાગની જાણકારી મુજબ 16-17 એપ્રિલે 60-70 કિમીની ઝડપે આંધી ચાલશે. બંને દિવસે કરા પડવાની પણ શક્યતા છે. જેને પગલે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. જેથી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ દિવસોમાં ધૂળની આંધી અને સામાન્ય વરસાદ રહેશે. બંને દિવસે તાપમાન 36-37 ડિગ્રી રહેશે. 18 એપ્રિલે પણ સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. જણાવી દઈએ કે દિલ્હી એનસીઆરમાં આ વર્ષે ઠંડીના પણ કેટલાય રેકોર્ડ તોડ્યા છે.

ખાસ કરીને અચાનક થયેલ ઓલાવૃષ્ટિએ લોકોને ચોંકાવી દીધા જેનાથી રસ્તાઓનો નજારો કોઈ પહાડી વિસ્તારોથી ઓછો નહોતો. લોકો ગાડીઓથી બહાર નીકળીને તસવીરો પાડવા લાગ્યા હતા. દિલ્હી-એનસીઆરમાં આટલી માત્રામાં ઓલાવૃષ્ટિ થઈ હોય તેવું પહેલીવાર બન્યું. રવિવારે સાંજે રાજસ્થાનના શેખાવાટી વિસ્તારમાં રેતીલું તોફાન આવ્યું હતું. એ સમયે સૌથી વધુ ચૂરુ, ઝુંઝુનૂં અને સીકર જિલ્લાની આજુબાજુનો વિસ્તાર પ્રભાવિત થયો હતો.