ખુશખબર@દેશ: શું આ તારીખથી ખાનગી કર્મીઓની બેસિક સેલરી 15,000થી વધીને થઈ જશે 21,000 ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે દેશના કરોડો ખાનગી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. મળતી વિગતો મુજબ કેન્દ્ર સરકાર લેબર કોડના નિયમો લાગૂ કરી શકે છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, સરકાર 1 જૂલાઈથી તેને લાગૂ કરવા માગતી હતી, પણ રાજ્ય સરકારો આ માટે તૈયાર ન હોવાના કારણે હવે
 
ખુશખબર@દેશ: શું આ તારીખથી ખાનગી કર્મીઓની બેસિક સેલરી 15,000થી વધીને થઈ જશે 21,000 ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે દેશના કરોડો ખાનગી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. મળતી વિગતો મુજબ કેન્દ્ર સરકાર લેબર કોડના નિયમો લાગૂ કરી શકે છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, સરકાર 1 જૂલાઈથી તેને લાગૂ કરવા માગતી હતી, પણ રાજ્ય સરકારો આ માટે તૈયાર ન હોવાના કારણે હવે તેને 1 ઓક્ટોબરથી લાગૂ કરવાનો ટાર્ગેટ રખાયો છે. જો આ નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ થઈ જાય તો, કર્મચારીઓને બેસિક સેલરી 15000થી વધીને 21000 રૂપિયા થઈ જશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હકીકતમાં જોઈએ તો, લેબર કોડના નિયમને લઈને લેબર યુનિયનની માગ રહી છે કે, કર્મચારીઓને ન્યૂનતમ બેસિક સેલરીને વધારે 21000 રૂપિયા કરવામાં આવે. જો આવુ થશે તો, આપની સેલરી વધી જશે. નવા ડ્રાફ્ટ રૂલ્સ અનુસાર, મૂળ વેતન કુલ વેતનના 50 ટકા અથવા તેનાથી વધારે હશે. તેનાથી મોટા ભાગના કર્મચારીઓના વેતન સ્ટ્રક્ચરમાં મોટા ફેરફાર થશે. કારણ કે, તેનાથી આવતી સેલરીમાં વધારો થશે. જો આવુ થશે તો, આપના ઘરે આવતી સેલરી ઘટી જશે અને પીએફ અને ગ્રેચ્યુટીના પૈસા વધી જશે. લેબર યુનિયન આ વાતનો વિરોધ કરી રહ્યા છે. આ નવા નિયમ બાદ કર્મચારીઓને બેસિક સેલરી વધીને 21000 રૂપિયા કરવાની માગ કરી રહ્યા હતા.

સમગ્ર મામલે લેબર મિનિસ્ટ્રીના જણાવ્યાંનુસાર, સરકાર લેબર કોડના નિયમ 1 જૂલાઈથી નોટિફાઈ કરવા ઈચ્છતી હતી પણ રાજ્ય સરકાર આ નિયમો લાગૂ કરવા માટે તૈયાર ન હોવાના કારણે તેને લંબાવવું પડ્યું. તેથી હવે તેને 1 ઓક્ટોબર સુધી ટાળી દેવામાં આવ્યુ છે. સંસદમાં ઓગસ્ટ 2019માં ત્રણ લેબર કોડ ઈંડસ્ટ્રીયલ રિલેશન, કામની સુરક્ષા, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન અન સોશિયલ સિક્યોરિટી સાથે જોડાયેલા નિયમમાં ફેરફાર કર્યો હતો. આ નિયમ સપ્ટેમ્બર 2020થી લાગૂ થયા છે. ગ્રેચ્યુટી અને પીએફમાં યોગદાન વધવાથી રિટાયરમેન્ટ બાદ મળતા રૂપિયા વધી જશે. પીએફ અને ગ્રેચ્યુટી વધવાથી કંપનીની આવકમાં પણ વધારો થશે. કારણ કે તેમને કર્મચારીઓ માટે પીએફના વધારે પૈસા આપવા પડશે. આ બાબતથી કંપનીની બેલેન્સ સીટ પર પ્રભાવિત થશે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો