ખુશખબર@રોજગારઃ SBIમાં બમ્પર વેકન્સી, 7870 પદોની ભરતી પ્રક્રિયા શરૂ

અટલ સમાચાર, ડેસ્ક બેન્કિંગની તૈયારી કરનારા ઉમેદવારો માટે ખુશખબર છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ ક્લેરિકલ કૅડરમાં જૂનિયર એસોસિએટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) પદો પર બમ્પર વેકન્સી બહાર પાડી છે. એસબીઆઈએ ગુરુવારે પોતાની ઑફિશિયલ વૅબસાઇટ પર આ નોટિફિકેશન જાહેર કર્યું છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર એસબીઆઈની વૅબસાઇટ https://bank.sbi/careers અથવા https://www.sbi.co.in/careers પર જઈને પદો પર અરજી કરી
 
ખુશખબર@રોજગારઃ SBIમાં બમ્પર વેકન્સી, 7870 પદોની ભરતી પ્રક્રિયા શરૂ

અટલ સમાચાર, ડેસ્ક

બેન્કિંગની તૈયારી કરનારા ઉમેદવારો માટે ખુશખબર છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ ક્લેરિકલ કૅડરમાં જૂનિયર એસોસિએટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) પદો પર બમ્પર વેકન્સી બહાર પાડી છે. એસબીઆઈએ ગુરુવારે પોતાની ઑફિશિયલ વૅબસાઇટ પર આ નોટિફિકેશન જાહેર કર્યું છે.

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર એસબીઆઈની વૅબસાઇટ https://bank.sbi/careers અથવા https://www.sbi.co.in/careers પર જઈને પદો પર અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા આજ એટલે કે 3 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને 26 જાન્યુઆરી 2020 સુધી આ પદો પર અરજીની પ્રક્રિયા ચાલુ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, એસબીઆઈએ જૂનિયર એસોસિએટના 7870 પદો પર અરજી મંગાવી છે. જોકે, એસબીઆઈએ હાલમાં પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર નથી કરી, પરંતુ શક્યતા છે કે પ્રારંભિક પરીક્ષા ફેબ્રુઆરી/માર્ચ અને મુખ્ય પરીક્ષા એપ્રિલ 2020માં આયોજિત થઈ શકે છે.