ખુશખબરઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજની કિંમત

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય બજારોમાં ગુરૂવારે સોના અને ચાંદીના ભાવોમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે સવારે 09:50 વાગ્યે સોનું વાયદો 0.74 ટકા એટલે કે 344 રૂપિયાના ઘટાડા સાથે 46,328 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આ ઉપરાંત, ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે અને MCX
 
ખુશખબરઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજની કિંમત

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય બજારોમાં ગુરૂવારે સોના અને ચાંદીના ભાવોમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે સવારે 09:50 વાગ્યે સોનું વાયદો 0.74 ટકા એટલે કે 344 રૂપિયાના ઘટાડા સાથે 46,328 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આ ઉપરાંત, ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે અને MCX પર સિલ્વર વાયદો 1.08 ટકા એટલે કે 660 રૂપિયાના ઘટાડા સાથે 60,520 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. સોનું તેના ઓગસ્ટ 2020ના ઓલટાઇમ હાઇ ભાવ 56,200 પ્રતિ 10 ગ્રામથી 9800 રૂપિયા નીચે ટ્રેડ થઈ રહ્યું છે. MCX પર સોનું 46200ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે તેથી સસ્તું સોનું ખરીદવાની આ સુવર્ણ તક છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુરૂવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 48,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત 48,040 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત 48,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,600 રૂપિયા છે. સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે ‘BIS Care app’ એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.