ખુશખબર@લૉકડાઉનઃ TVના દર્શકો માટે આ 4 પેઇડ ચેનલ ફ્રી થઈ

અટલ સમાચાર, ડેસ્ક લૉકડાઉનની વચ્ચે ટીવી જોનારો માટે ખુશખબર છે. ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનએ જાહેરાત કરી છે કે ડીટીએચ અને કેબલ નેટવર્ક પર આગામી બે મહિના સુધી 4 પોપ્યૂલર પેઇડ ચેનલને મફતમાં ઓફર કરવામાં આવી રહી છે. કંપનીએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે આવું કરવાનો ઉદ્દેશ્ય કોરોના વાયરસની વિરુદ્ધ જંગમાં સરકારની મદદ કરવાનો છે. નોંધનીય છે
 
ખુશખબર@લૉકડાઉનઃ TVના દર્શકો માટે આ 4 પેઇડ ચેનલ ફ્રી થઈ

અટલ સમાચાર, ડેસ્ક

લૉકડાઉનની વચ્ચે ટીવી જોનારો માટે ખુશખબર છે. ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનએ જાહેરાત કરી છે કે ડીટીએચ અને કેબલ નેટવર્ક પર આગામી બે મહિના સુધી 4 પોપ્યૂલર પેઇડ ચેનલને મફતમાં ઓફર કરવામાં આવી રહી છે. કંપનીએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે આવું કરવાનો ઉદ્દેશ્ય કોરોના વાયરસની વિરુદ્ધ જંગમાં સરકારની મદદ કરવાનો છે. નોંધનીય છે કે, આ જાહેરાત 21 દિવસોની લૉકડાઉનની વચ્ચે થઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

IBFએ જે ચાર પેઇડ ચેનલોને મફત કરી છે તેમાં Sony Pal, Star Indiaની Star Utsav, Zee TVની Zee Anmol અને Viacom18’s Colors ચેનલની Colors Rishtey ચેનલ છે. બ્રોડકાસ્ટિંગ એસોસિએશનનું માનવું છે કે તેમના આ નિર્ણયથી લોકોને ઘરમાં કેટલોક સમય પસારકરવાનું માધ્યમ મળશે. એસોસિએશન મુજબ, લોકો લૉકડાઉનમાં આ ચેનલોને જોઈને પોતાનું મનોરંજન કરી શકે છે.

IBFએ એક નિવેદનમાં કહ્યું કે કોરોના વાયરસ મહામારીને કારણે ઉદ્યોગની વિજ્ઞાપનની આવક પર અસર પડશે. તેને કારણે તેના સભ્ય અનિશ્ચિતતાના સમયમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આ કઠિન સમયમાં લોકોની મદદ કરવા માટે તેઓ સરકારના પ્રયાસોની સાથે છે.પહેલા Sony Pal માટે 1 રૂપિયો ચૂકવવો પડતો હતો. Star Utsav ચેનલને પણ 1 રૂપિયો આપીને મહિના સુધી જોઈ શકાતી હતી. બીજી તરફ, Zee Anmolની કિંમત પહેલા 0.10 રૂપિયા હતી અને Colors Rishteyને પહેલા 1 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી.