ગુડ ન્યૂઝઃ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલની લાઈફ પર ફિલ્મ બનશે

અટલ સમાચાર, ડેસ્ક અક્ષય કુમારની આ વર્ષે ‘મિશન મંગલ’, ‘ગુડ ન્યૂઝ’ અને ‘હાઉસફુલ 4’ ફિલ્મો રિલીઝ થઇ રહી છે. ઉપરાંત તે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ અને ‘લક્ષ્મી બોમ્બ’ ફિલ્મમાં પણ વ્યસ્ત છે. ત્યારબાદ હવે એવા રિપોર્ટ્સ મુજબ, તે હવે નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલની લાઈફ પરની ફિલ્મમાં કામ કરવાનો છે. આ ફિલ્મ માટે ‘બેબી’ અને
 
ગુડ ન્યૂઝઃ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલની લાઈફ પર ફિલ્મ બનશે

અટલ સમાચાર, ડેસ્ક

અક્ષય કુમારની આ વર્ષે ‘મિશન મંગલ’, ‘ગુડ ન્યૂઝ’ અને ‘હાઉસફુલ 4’ ફિલ્મો રિલીઝ થઇ રહી છે. ઉપરાંત તે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ અને ‘લક્ષ્મી બોમ્બ’ ફિલ્મમાં પણ વ્યસ્ત છે. ત્યારબાદ હવે એવા રિપોર્ટ્સ મુજબ, તે હવે નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલની લાઈફ પરની ફિલ્મમાં કામ કરવાનો છે.

ગુડ ન્યૂઝઃ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલની લાઈફ પર ફિલ્મ બનશે

આ ફિલ્મ માટે ‘બેબી’ અને ‘સ્પેશિયલ 26’ ફેમ ડિરેક્ટર નીરજ પાંડે ફરીવાર અક્ષય કુમાર સાથે જોડાઈ રહ્યા છે. આ ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના હાલના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલના જીવન પર અને તેની કરિયર હાઇલાઇટ્સ પર આધારિત હશે. આ ફિલ્મ હાલ સ્ક્રિપ્ટિંગ સ્ટેજ પર છે. માટે ફિલ્મના શૂટિંગમાં તો હજુ ઘણો સમય લાગશે. ફિલ્મની ટીમ કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરતાં પહેલા હાલ સ્ક્રિપ્ટ પર ફોકસ કરવા માગે છે.

નીરજ પાંડે પહેલા તો અજય દેવગણ સાથેની ‘ચાણક્ય’ ફિલ્મ બનાવશે જેની જાહેરાત અમુક મહિના પહેલાં થઇ હતી. ઉપરાંત અક્ષય કુમાર પાસે પણ હાલ હાથમાં અમુક ફિલ્મો છે. માટે આ એક્ટર-ડિરેક્ટર ડ્યુઓ પહેલા તેમના કમિટમેન્ટ્સ પૂરા કરશે ત્યારબાદ આ ફિલ્મ પર કામ શરૂ કરશે.