જીમેલના 15માં બર્થડે પર ગૂગલે 4 નવા ફીચર્સને લોન્ચ કર્યા

અટલ સમાચાર, ડેસ્ક ગૂગલે 1 એપ્રિલ 2004 ની અંદર જી સ્યુટની અંદર દુનિયાની સૌથી વધુ પ્રખ્યાત ઇમેઇલ સેવા જીમેલ ને લોન્ચ કરી હતી. જીમેલને શરૂઆતની અંદર ઇન્વાઇટ બેઝીઝ પર લોન્ચ કરવામાં આવી હતી. અને તેની અંદર 1 જીબીનો ડેટા આપવામાં આવતો હતો. ત્યાર બાદ જીમેલે ઘણી બધી તરક્કી કરી લીધી છે. અને તેઓએ મેઈલિંગ સેવાના
 
જીમેલના 15માં બર્થડે પર ગૂગલે 4 નવા ફીચર્સને લોન્ચ કર્યા

અટલ સમાચાર, ડેસ્ક

ગૂગલે 1 એપ્રિલ 2004 ની અંદર જી સ્યુટની અંદર દુનિયાની સૌથી વધુ પ્રખ્યાત ઇમેઇલ સેવા જીમેલ ને લોન્ચ કરી હતી. જીમેલને શરૂઆતની અંદર ઇન્વાઇટ બેઝીઝ પર લોન્ચ કરવામાં આવી હતી. અને તેની અંદર 1 જીબીનો ડેટા આપવામાં આવતો હતો. ત્યાર બાદ જીમેલે ઘણી બધી તરક્કી કરી લીધી છે. અને તેઓએ મેઈલિંગ સેવાના 15 વર્ષ પુરા કર્યા છે. અને આ અવસર પર ગૂગલે તેની અંદર નવા ફીચર્સને લોન્ચ કર્યા છે. જીમેલનું સ્માર્ટ કમ્પોઝ ફીચરને હવે વધુ સ્માર્ટ બનાવવામાં આવેલ છે. ઉદાહરણ તરીકે જો તમે તમારી ટિમને ફ્રેન્ડલી રીતે “હૈ ટિમ” થી સંબોધિત કરવા માંગતા હોવ તો ગુગલ તમને તમારા અવાજ સાથે ટ્રુ રહેવા માટે સહાય આપશે. અને તમે જે મેસેજ લખ્યો છે તેના પરથી તેઓ તમારા માટે સબ્જેક્ટ લાઈન પણ સજેસ્ટ કરશે. તેવું ગૂગલે પોતાની ઓફિશિયલ બ્લોગપોસ્ટની અંદર જણાવ્યું હતું.

જીમેલ હવે તમને પહેલાથી સંદેશ લખવાની અને પ્રાપ્તકર્તાને ઇમેઇલ મોકલવા માટે તારીખ અને સમય સુનિશ્ચિત કરશે. સુનિશ્ચિત મેઇલ કોઈ મેન્યુઅલ હસ્તક્ષેપ વિના આપોઆપ પહોંચાડવામાં આવશે. અમે દરેકના ડિજિટલ સુખાકારીને આદર આપવાનું સરળ બનાવવા માંગીએ છીએ, તેથી અમે Gmail માં નવી સુવિધા ઉમેરી રહ્યા છીએ જે તમને ઇમેઇલ ક્યારે મોકલવો તે પસંદ કરવાની મંજૂરી આપે છે, ગૂગલે જણાવ્યું હતું. Google ડૉક્સમાં કોઈ ટિપ્પણી થ્રેડનો પ્રતિસાદ આપો છો, મીટિંગ શેડ્યૂલ કરો અથવા પ્રશ્નાવલી ભરો, સંદેશાની અંદરથી ગૂગલે કહ્યું હતું કે, “આ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સરળ બનાવે છે કારણ કે તમારે નવી ટેબ ખોલવાની જરૂર નથી અથવા તમારું ઇનબોક્સ છોડવું નહીં.”

સ્માર્ટ કમ્પોઝની અંદર હવે 4 નવી ભાષા નો સપોર્ટ જોડવા માં આવેલ છે. સ્માર્ટ કમ્પોઝ ફીચર ને લોન્ચ કર્યા બાદ હવે ગૂગલે એક નવી જાહેરાત કરી છે જેની અંદર તેઓએ જણાવ્યું હતું કે, ઇમેઇલની સેવાની અંદર હવે સ્માર્ટ કમ્પોઝમાં 4 નવી ભાષા ને શામેલ કરવા માં આવી રહી છે અને તેની અંદર સ્પેનિશ, ફ્રેન્ચ, ઇટાલિયન અને પોર્ટુગીઝ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે.