સરકારોની દેવામાફીની નિતિથી ખેડુતોને નુકશાન થઇ શકે છે : RBI

અટલ સમાચાર,ડેસ્ક કોંગ્રેસે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બનાવવાની સાથે જ ખેડૂતોના દેવા માફ કરી દીધા. હવે RBIએ આ દેવા માફીની સાઈડ ઈફેક્ટ્સ ગણાવતા સરકારે ઈશારા ઈશારામાં જ ચેતવણી આપી દીધી છે. RBIએ આંકડા દર્શાવે છે કે, 2016-17માં કૃષિ કાર્ય માટે ફાળવેલા દેવાનો વૃદ્ધિદર 12.4 ટકા હતો, જે 2017-18માં ઘટીને 3.8 ટકા જ રહી
 
સરકારોની દેવામાફીની નિતિથી ખેડુતોને નુકશાન થઇ શકે છે : RBI

અટલ સમાચાર,ડેસ્ક

કોંગ્રેસે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બનાવવાની સાથે જ ખેડૂતોના દેવા માફ કરી દીધા. હવે RBIએ આ દેવા માફીની સાઈડ ઈફેક્ટ્સ ગણાવતા સરકારે ઈશારા ઈશારામાં જ ચેતવણી આપી દીધી છે.
RBIએ આંકડા દર્શાવે છે કે, 2016-17માં કૃષિ કાર્ય માટે ફાળવેલા દેવાનો વૃદ્ધિદર 12.4 ટકા હતો, જે 2017-18માં ઘટીને 3.8 ટકા જ રહી ગયો છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં તે 5.8 ટકા છે, RBIએ તેને માટે ખેડૂત દેવા માફીને જવાબદાર ઠેરવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે, તેનુ મુખ્ય કારણ ખેડૂતોના દેવા માફી પર રાજકીય ચર્ચા હોય છે, જેની શરૂઆતની સાથે જ ખેડૂતો પોતાની લોન ચૂકવવાનુ બંધ કરી દે છે.

ખેડૂતો તરફથી દેવા ચૂકવવા અંગે આશંકા બાદ હવે બેંકો પણ તેમને લોન આપવામાં અચકાઈ રહી છે. હાલમાં જ RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ ખેડૂતોના દેવા માફીની સાઈડ ઈફેક્ટ્સ ગણાવી હતી. તેમણે કહ્યુ હતુ કે, આવા નિર્ણયનોને કારણે રાજ્ય અને કેન્દ્રની અર્થવ્યવસ્થા પર નેગેટિવ અસર થાય છે. રઘુરામ રાજને જણાવ્યુ હતુ કે, ખેડૂતોના દેવા માફીનો સૌથી મોટો ફાયદો સાંઠગાંઠ કરનારાઓને મળે છે. તેનો ફાયદો ગરીબોની જગ્યાએ ધનવાન ખેડૂતોને મળે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, જ્યારે પણ દેવા માફ કરવામાં આવે છે, ત્યારે દેશના રાજકોષને પણ નુકસાન પહોંચે છે.

રઘુરામ રાજને તો ખેડૂતોના દેવા માફીના વાયદા પર પણ પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, ખેડૂતોના દેવા માફીને કારણે બેંક ભવિષ્યમાં ખેડૂતોને લોન આપવામાં સખ્તાઈથી વર્તી શકે છે