સરકારી નોકરીઃ ONGCમાં 313 પદો પર ભરતી, આ રીતે કરો ઓનલાઇન અરજી

અટલ સમાચાર, ડેસ્ક ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ એટલે કે ONGCએ પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઈની પદો માટે અરજીઓ મંગાવી છે. ઓએનજીસીના પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની પદો પર ભરતી GATE 2020 દ્વારા થશે. ઓએનજીસી ગ્રેજ્યુએટ ટ્રેની ભરતી માટે અરજી પ્રક્રિયા 22 સપ્ટેમ્બરથી શરૂ થઇ ચૂકી છે. તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર, 2021 છે. પોસ્ટ ગ્રેજ્યુએટ
 
સરકારી નોકરીઃ ONGCમાં 313 પદો પર ભરતી, આ રીતે કરો ઓનલાઇન અરજી

અટલ સમાચાર, ડેસ્ક

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ એટલે કે ONGCએ પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઈની પદો માટે અરજીઓ મંગાવી છે. ઓએનજીસીના પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની પદો પર ભરતી GATE 2020 દ્વારા થશે. ઓએનજીસી ગ્રેજ્યુએટ ટ્રેની ભરતી માટે અરજી પ્રક્રિયા 22 સપ્ટેમ્બરથી શરૂ થઇ ચૂકી છે. તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર, 2021 છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની પદો માટે અરજી ONGCની ઓફિશ્યલ વેબસાઇટ www.ongcindia.com પર જઈને કરી શકાય છે. 313 પદો માટે થશે ભરતી ઓએનજીસીએ બહાર પાડેલ નોટિફિકેશન અનુસાર ગ્રેજ્યુએટ ટ્રેનીની કુલ 313 જગ્યાઓ છે. આ પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનીની ભરતી જીયો સાયન્સ ડિસિપ્લિનમાં કરાઇ રહી છે. આ ભરતી માટે ગેટ 2020નો સ્કોર જ માન્ય હશે. નોટિસમાં જણાવ્યા અનુસાર, ગેટ 2019 અને ગેટ 2021નો સ્કોર વેલિડ ગણાશે નહીં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરજીની શરૂઆત – 22 સપ્ટેમ્બર, 2021 અરજી કરવાની અંતિમ તારીખ – 12 ઓક્ટોબર, 2021 આ પદો પર થશે ભરતી AEE (સિમેન્ટિંગ): 7 પોસ્ટ, AEE (સિવિલ): 18 પોસ્ટ, AEE (ડ્રિલિંગ) : 28 પોસ્ટ, AEE (ઈલેક્ટ્રિકલ) : 39 પોસ્ટ, AEE (ઇલેક્ટ્રોનિક્સ) : 5 પોસ્ટ, AEE (ઇન્સ્ટ્રૂમેન્ટેશન) : 32 પોસ્ટ, AEE (મેકેનિકલ) : 31 પોસ્ટ, AEE (પ્રોડક્શન) કેમિકલ : 16 પોસ્ટ, AEE (પ્રોડક્શન) પેટ્રોલિયમ : 12 પોસ્ટ, AEE (રિઝરવાયર): 7 પોસ્ટ, કેમિસ્ટ : 15 પોસ્ટ, જીયોલોજીસ્ટઃ 19 પોસ્ટ, જીયોફિઝીસિસ્ટ (Surface) – 24 પોસ્ટ, જીયોફિઝીસિસ્ટ (Wells) – 12 પોસ્ટ મટીરીયલ મેનેજમેન્ટ ઓફિસર – 12 પોસ્ટ, પ્રોગ્રામિંગ ઓફિસર – 5 પોસ્ટ, ટ્રાન્સપોર્ટ ઓફિસર – 7 પોસ્ટ, AEE (ઇન્ડસ્ટ્રીયલ એન્જીનીયરિંગ) – 3 પોસ્ટ

* ONGC ગેટ વય મર્યાદા, જનરલ – 30 વર્ષ, ઓબીસી – 33 વર્ષ, એસસી/એસટી – 35 વર્ષ, દિવ્યાંગ – 40 વર્ષ, AEE ડ્રિલિંગ / સિમેન્ટિગ માટે, એસસી/એસટી – 33 વર્ષ, જનરલ – 28 વર્ષ, ઓબીસી – 31 વર્ષ, શૈક્ષણિક લાયકાત, ઉમેદવારે ગેટ 2020 પાસ કરી હોય અને એન્જીનિયરીંગ સંબંધિત ડિસિપ્લિનમાં ઓછામાં ઓછા 60 ટકા સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. પસંદગી પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત, ગેટ 2020ના માર્ક્સ અને પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. જનરલ/EWS/OBC કેટેગરીના અરજદારોએ એપ્લિકેશન ફી તરીકે રૂ. 300 આપવાના રહેશે. જ્યારે SC/ST/PwBD કેટેગરીના ઉમેદવારોને એપ્લિકેશન ફીમાંથી મુક્તિ અપાઇ છે.

* આ રીતે કરો અરજી

ONGCની ઓફિશ્યલ વેબસાઇટ www.ongcindia.com પર જઇને કરિયર ટેબ ઓપન કરો. Recruitment of GTs in Engineering & Geoscience disciplines through GATE 2020 score પર ક્લિક કરો. ત્યાર બાદ તેમાં ન્યૂ એપ્લિકન્ટ પર ક્લિક કરો. તમારો ગેટ 2020નો રજીસ્ટ્રેશન નંબર અને ઇમેલ આઇડી દાખલ કરો. ત્યાર બાદ તમારો પાસપોર્ટ ફોટો અને સહી અપલોડ કરો. હવે એપ્લિકેશન ફી (જો General/EWS/OBC હોય તો) ભરો. આ અરજીની એક હાર્ડ કોપી તમારી પાસે જરૂર રાખો.