સરકારી નોકરીઃ 600 ખાલી પદો પર ઈન્ડિયન ઓઇલમાં ભરતીની તક

અટલ સમાચાર, ડેસ્ક ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન પશ્ચિમ ક્ષેત્રએ વિભિન્ન 600 ખાલી પદો ભરવા માટે દેશભરના યુવાઓ અને યોગ્ય ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવી છે. આ ભરતી એકાઉન્ટન્ટ, ટેક્નીશિયન, ટ્રેડ એપરેન્ટિસ પદો માટે છે. ધોરણ-12 પાસ હોવાની સાથે આઈટીઆઈ ડિપ્લોમા ધારક ઉમેદાવાર આ પદો માટે અરજી કરી શકે છે. ધ્યાન રહે કે ઈચ્છુક ઉમેદવારને 21 જૂન
 
સરકારી નોકરીઃ 600 ખાલી પદો પર ઈન્ડિયન ઓઇલમાં ભરતીની તક

અટલ સમાચાર, ડેસ્ક

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન પશ્ચિમ ક્ષેત્રએ વિભિન્ન 600 ખાલી પદો ભરવા માટે દેશભરના યુવાઓ અને યોગ્ય  ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવી છે. આ ભરતી એકાઉન્ટન્ટ, ટેક્નીશિયન, ટ્રેડ એપરેન્ટિસ પદો માટે છે.  ધોરણ-12 પાસ હોવાની સાથે આઈટીઆઈ ડિપ્લોમા ધારક ઉમેદાવાર આ પદો માટે અરજી કરી શકે છે. ધ્યાન રહે કે   ઈચ્છુક ઉમેદવારને 21 જૂન પહેલા અરજી કરવી પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

IOCL ભરતી 2020 માટે અરજી કરનારા ઉમેદવારોને સલાહ છે કે અરજી કરતાં પહેલા ભરતી પ્રક્રિયાને જાણવા માટે કંપનીની ભરતી જાહેરાત/નોટિફિકેશન ચોક્કસ વાંચી લે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 22-05-2020 હતી જેને વધારીને હવે 21-06-2020 કરી દેવામાં આવી છે. ઉમેદવારોને જણાવી દઈએ કે આઈટીઆઈના વિભિન્ન ટ્રેડના ખાલી પદોને રાજ્ય મુજબ નિયુક્તિ  કરવામાં આવશે.