સરકારી નોકરીઃ મેટ્રોમાં મેનેજરના પદ પર આવી ભરતી, મળશે આટલો પગાર
સરકારી નોકરીઃ મેટ્રોમાં મેનેજરના પદ પર આવી ભરતી, મળશે આટલો પગાર

અટલ સમાચાર, ડેસ્ક

મેટ્રોમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે એક ખુશીના સમાચાર છે. મધ્ય પ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડેએ મેનેજરના પદો માટે ભરતી (Government Jobs) બહાર પાડી છે. રેલ કોર્પોરેશને આ પદો માટે તમે 10 નવેમ્બર, 2021થી આવેદન કરી શકશો. ઇચ્છુક ઉમેદાર ઓફિશ્યલ વેબસાઇટ www.mpmetrorail.com દ્વારા આ પદો માટે 5 ડિસેમ્બર, 2021 સુધી અરજી કરી શકે છે. આપને જણાવી દઇએ કે કુલ 10 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. વધુ જાણકારી માટે તમે મેટ્રો રેલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને નોટિફિકેશન જોઇ શકો છો.

અટલ સમાચારને મોબાઇલમાં મેળવવા અહીયા ક્લીક કરો

ખાલી જગ્યાઓની સંખ્યા

મેનેજર – 4 જગ્યાઓ, આસિસ્ટન્ટ મેનેજર – 3 જગ્યાઓ ડીજીએમ – 2 જગ્યાઓ

જનરલ મેનેજર – 1 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમ કુલ 10 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

મેનેજરના પદ માટે અરજી કરનારા ઉમેદવારોની પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં બેચલર ડિગ્રી હોવી જરૂરી છે અને સાથે જ કામ કર્યાનો અનુભવ પણ હોવો જરૂરી છે. તો બીજી તરફ જનરલ મેનેજરના પદ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન મેનેજમેન્ટ ડિગ્રી કે ડિપ્લોમા ડિગ્રી હોવી આવશ્યક છે. વધુ શૈક્ષણિક લાયકાત સંબંધિત જાણકારી માટે તમે નોટિફિકેશન જોઇ શકો છો.

વયમર્યાદા

આ જગ્યાઓ માટે અરજી કરનાર અરજદારની ઉંમર 40 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઇએ. આ પદો માટે પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઈન્ટરવ્યૂની તારીખ અને સમયની જાણકારી તમને તમારા રજીસ્ટર્ડ મેઇલ આઇડી પર આપવામાં આવશે.

પગારધોરણ

જનરલ મેનેજરા પદ પર પસંદગી પામનાર ઉમેદવારોને 1.20 લાખથી 2.80 લાખ રૂપિયા પ્રતિ માસ સેલેરી મળશે. જ્યારે ડીજીએમ પદ પર ઉમેદવારોને 70 હજાર રૂપિયાથી લઇને 2 લાખ રૂપિયા સુધી પગાર મળશે. મેનેજર(સિક્યોરિટી, લીગલ, ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ) પદ પર ઉમેદવારને 60 હજાર રૂપિયાથી 1.80 લાખ રૂપિયા સુધી પગાર મળશે. આસિસ્ટન્ટ મેનેજરની પસંદગી પામનાર ઉમેદવારને 50 હજાર રૂપિયાથી 1.60 લાખ રૂપિયા સુધી સેલેરી મળશે.

મહત્વની તારીખો

અરજી કરવાની તારીખ – 10 નવેમ્બર, 2021

અરજી કરવાની છેલ્લી તારીખ – 5 ડિસેમ્બર, 2021

ઓફિશ્યલ વેબસાઇટ – www.mpmetrorail.com