સરકારી નોકરીઃ પરીક્ષા વગર થશે 570 પદો પર રેલવેમાં ભરતી, છેલ્લી તારીખ જાણો

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય રેલવેએ ફરી એકવાર ધોરણ-12 પાસે ભરતી જાહેર કરી છે. રેલવે દ્વારા જાહેર અધિકૃત નોટિફિકેશનનું માનીએ તો આ પદો પર અરજીની પ્રક્રિયા 15 ફેબ્રુઆરી 2020થી શરૂ થઈ જશે અને ઈચ્છુક ઉમેદવાર 15 માર્ચ 2020 સુધી અરજી કરી શકશે. રેલવે ભરતી બોર્ડે અપરેન્ટિસ પદો માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પસંદગી પ્રક્રિયા દ્વારા
 
સરકારી નોકરીઃ પરીક્ષા વગર થશે 570 પદો પર રેલવેમાં ભરતી, છેલ્લી તારીખ જાણો

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય રેલવેએ ફરી એકવાર ધોરણ-12 પાસે ભરતી જાહેર કરી છે. રેલવે દ્વારા જાહેર અધિકૃત નોટિફિકેશનનું માનીએ તો આ પદો પર અરજીની પ્રક્રિયા 15 ફેબ્રુઆરી 2020થી શરૂ થઈ જશે અને ઈચ્છુક ઉમેદવાર 15 માર્ચ 2020 સુધી અરજી કરી શકશે. રેલવે ભરતી બોર્ડે અપરેન્ટિસ પદો માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પસંદગી પ્રક્રિયા દ્વારા પશ્ચિમ મધ્ય રેલવેમાં કુલ 570 અપરેન્ટિસ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પદોની વિગત :

પદોની કુલ સંખ્યા : 570

પદોનું નામ : અપરેન્ટિસ

ઇલેક્ટ્રિશિયન : : 138
ફિટર : 116વાયરમેન : 30
વેલ્ડર : 34
કોમ્પ્યૂટર ઑપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ : 52
કાર્પેન્ટર : 28
પેઇન્ટર : 23
એસી મિકેનિક : 10
સ્ટેનોગ્રાફર (હિન્દી) : 3
સ્ટેનોગ્રાફર (અંગ્રેજી) : 3
ઇલેક્ટ્રોનિક મિકેનિક : 15
કેબલ જોઇન્ટર : : 2
ડિઝલ મિકેનિક : 30
મેસન : 26
બ્લેક સ્મિથ : 16
સર્વેયર : 8
ડ્રૉટમેન સિવિલ : 10
આર્કિટેક્ચરલ આસિસ્ટન્ટ : 12
સેક્રટેરિયલ આસિસ્ટન્ટ : 4

પસંદગી પ્રક્રિયા :

ઉમેદવારોની પસંદગી ધોરણ-10માં મેળવેલા ટકાના મેરિટના આધારે કરવામાં આવશે. તેના માટે કોઈ લેખિત પરીક્ષા કે મૌખિક પરીક્ષા નહીં લેવાય. જો બે ઉમેદવારોએ સરખા ટકા મેળવ્યા હશે તો ઉમેદવારની ઉંમરમાં મોટું હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે. જો બંનેની જન્મતારીખ પણ સરખી હશે તો તેવી પરિસ્થિતિમાં જે ઉમેદવારે પહેલા ધોરણ-10 પાસ કર્યું છે તેને પ્રાધાન્ય આપવામાં આવશે. જો તેમાં પણ સમાનતા છે તો તેવી પરિસ્થિતિમાં અલ્ફાબેટ ઑર્ડરાન આધારે પ્રાધાન્ય આપવામાં આવશે. જો અનુસૂચિત જાતિના ઉમેદવારોની નિર્ધારિત સંખ્યા ઉપલધ્ન ન હોય તો તે સંખ્યા અનુસૂચિત જનજાતિના ઉમેદવારો દ્વારા ભરવામાં આવશે. આ પ્રકારે અનુસૂચિત જનજાતિ સીટોના મામલે અનુસૂચિત જાતિના ઉમેદવારોને તક આપવામાં આવશે. જો બંને શ્રેણી (SC/ST) દ્વારા સીટ નહીં ભરી શકાય તો બિનઅનામત શ્રેણીને આ સીટો પર તક આપવામાં આવશે.