સરકાર@જનતાઃ પીવાના પાણીની સમસ્યા જણાવવા ગ્રામજનોને આહવાન

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાની બૂમરાળ મચી છે. સરકાર પ્રાથમિક વ્યવસ્થા પૂર્ણ કરવામાં નિષ્ફળ જતી હોવાની દલીલ વચ્ચે ટેન્કર દ્વારા પાણી અપાઈ રહ્યું છે. કોઈપણ સંજોગોમાં પીવાના પાણીની સમસ્યા ચલાવી લેવાય નહી. આથી અટલ સમાચાર પીવાના પાણીની સમસ્યા જણાવવા ગ્રામજનોને આહ્વાન કરે છે. જેથી ઝડપથી ઉકેલ
 
સરકાર@જનતાઃ પીવાના પાણીની સમસ્યા જણાવવા ગ્રામજનોને આહવાન

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાની બૂમરાળ મચી છે. સરકાર પ્રાથમિક વ્યવસ્થા પૂર્ણ કરવામાં નિષ્ફળ જતી હોવાની દલીલ વચ્ચે ટેન્કર દ્વારા પાણી અપાઈ રહ્યું છે. કોઈપણ સંજોગોમાં પીવાના પાણીની સમસ્યા ચલાવી લેવાય નહી. આથી અટલ સમાચાર પીવાના પાણીની સમસ્યા જણાવવા ગ્રામજનોને આહ્વાન કરે છે. જેથી ઝડપથી ઉકેલ લાવી શકાય.

સરકાર@જનતાઃ પીવાના પાણીની સમસ્યા જણાવવા ગ્રામજનોને આહવાન

ભૂગર્ભજળ ઊંડા જતા અને ગત ચોમાસામાં નહીવત વરસાદથી ઉત્તર ગુજરાતમાં સિંચાઈ સાથે પીવાના પાણી મુદ્દે ગંભીર પરિસ્થિતિ બની રહી છે. મહેસાણા જિલ્લાના બેચરાજી, જોટાણા પંથકમાં, પાટણના સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર, બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઈગામ સહિતના પંથકો અને સાબરકાંઠા અરવલ્લીના કેટલાક ગામો પીવાના પાણી મેળવવા ઝઝૂમી રહ્યા છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારની મૂળભુત ફરજ અને જવાબદારી છે કે, કોઈપણ સંજોગોમાં નાગરિકોને પીવાનું પાણી મળી રહે. સ્વાભાવિક છે કે સિંચાઈનું પાણી પુરુ પાડવામાં મુશ્કેલી આવી શકે. જોકે ઉત્તર ગુજરાતના ગામોમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે પીવાનું પાણી મળવું મુશ્કેલ બનતા રોષ ભભૂકી ઉઠવાની અણીએ છે.

આથી અટલ સમાચાર પીવાના પાણીની સમસ્યાવાળા ગામોને આહવાન કરે છે કે આપના ગામમાં કેટલા સમયથી અને કેમ પીવાના પાણીની સમસ્યા છે? ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતે શું કર્યું? પાણી પુરવઠા બોર્ડે શું કર્યું ? તેમજ કેવી રીતે પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલી શકાય તે સહિતની સઘળી વિગતો જણાવશો.

અમારા માધ્યમથી જે-તે ગામમાં પીવાના પાણીની સમસ્યાનો અંત આવે તેવો મજબૂત પ્રયાસ કરવામાં આવશે. અટલ સમાચાર ડોટ કોમને મો.9558882537 ઉપર તમામ વિગતો મોકલી આપશો.