બિન અનામત વર્ગને સરકારે મોં મીઠું કરાવ્યુંઃવય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ

અટલ સમાચાર, ગાંધીનગર ગાંધીનગર ખાતે બિન અનામત વર્ગને વય મર્યાદામાં છૂટછાટ આપવાનો સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આવનારી તમામ સરકારી નોકરીઓમાં બિન અનામત વર્ગના ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ મળશે. આ નિર્ણયથી 45 વર્ષની ઉંમર સુધીના લોકોને છૂટછાટ મળશે. અત્યાર સુધી 33 વર્ષની ઉંમર સુધી લાભ મળતો હતો. છેલ્લા ઘણા સમયથી રાજ્ય
 
બિન અનામત વર્ગને સરકારે મોં મીઠું કરાવ્યુંઃવય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ

અટલ સમાચાર, ગાંધીનગર

ગાંધીનગર ખાતે બિન અનામત વર્ગને વય મર્યાદામાં છૂટછાટ આપવાનો સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આવનારી તમામ સરકારી નોકરીઓમાં બિન અનામત વર્ગના ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ મળશે. આ નિર્ણયથી 45 વર્ષની ઉંમર સુધીના લોકોને છૂટછાટ મળશે. અત્યાર સુધી 33 વર્ષની ઉંમર સુધી લાભ મળતો હતો.

છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર અને બિન અનામત વર્ગના લોકો વચ્ચે ચર્ચા કરવામાં આવી રહી હતી. આ માટે અનામત આયોગે સરકાર સમક્ષ માગણી કરી હતી કે SC, STની જેમ બિન અનામત વર્ગના ઉમેદવારોને પણ વય મર્યાદામાં છૂટછાટ મળવી જોઇએ, સાથે રજૂઆત કરવામાં આવી કે જો 10 ટકા અનામતનો લાભ મળી રહ્યો છે તો ઉંમરમાં પણ છૂટછાટ આપવી જોઇએ.

આયોગની ભલામણને ધ્યાને લઈ રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં બિન અનામત વર્ગને સરકારી નોકરીઓમાં પાંચ વર્ષની છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવો નિયમ સરકારની આવનારી જાહેરાતોથી જ લાગુ કરાશે.

સરકારે કરેલી જાહેરાત

આ ઠરાવ 14 જાન્યુઆરી, 2019થી અમલમાં ગણાશે.

આર્થિક રીતે નબળા વર્ગ માટે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠકો અને રાજ્ય સરકારની સેવાઓમાં 10 ટકા અનામતની જોગવાઈ.

આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈની સરકારી જગ્યાની ભરતીમાં વયમર્યાદામાં 5 વર્ષની છૂટ.

5 વર્ષની છૂટમાં ઉપલી વયમર્યાદા 45 વર્ષ નક્કી કરાઈ છે.

ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના 1967ના નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઈબીસી વર્ગના નાગરિકો/વ્યક્તિઓને મળવાપાત્ર છૂટછાટ ઉપરાંતની ગણવાની રહેશે