આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

ગુજરાતના મોટાભાગના પ્રોજેકટમાં બોર્ડના આકાઓને માત્ર પૈસામાં રસ હોવાનો ઉલ્લેખ

 

ગુજરાતમાં પવિત્ર યાત્રાધામના વિવિધ પ્રોજેકટમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ કેવી રીતે કામ કરી રહયો છે તેની કથિત વાતચીત વાયરલ થઇ છે. ઓડીયો ટેપમાં સચિવ કક્ષાના અધિકારી અને આર.ટી.આઇ.એકટિવિસ્ટ વચ્ચેની વાતચીતમાં બેચરાજી સહિતના યાત્રાધામના પ્રોજેકટો વિશે જણાવવામાં આવી રહયું છે.

એક અરજદારે પોતાનો પરિચય આપી પાવાગઠ યાત્રાધામના પ્રોજેકટમાં ભ્રષ્ટાચાર થઇ રહયાની રાવ સચિવ કક્ષાના અધિકારીને કરી છે. કથિત ઓડીયો ટેપમાં યાત્રાધામમાં ચાલતાં પ્રોજેકટમાં સંકળાયેલા તમામ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું જણાવવામાં આવતાં હડકંપ મચી ગયો છે. જેમાં ઉત્તરગુજરાતના બેચરાજી પ્રોજેકટમાં પણ લાલીયાવાડી થઇ હોવાનું અરજદારને જણાવવામાં આવી રહયું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code