આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, દાહોદ

દાહોદના પીપેરા ગામેમાં 19 ડિસેમ્બરના રોજ જ્યોતિકાબેન મેડાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીને જન્મથી જ ગુદાનો માર્ગ ન હતો. તેને મોટા કાન, વાળ, આંખો હોવાથી તે સામાન્ય બાળકો કરતાં થોડું અલગ લાગતું હતું. ત્યારે બાળકીના દાદા શંકરભાઈએ જ્યોતિકાબેનને બહારગામ જવાનું બહાનું કાઢી 28 જાન્યુઆરીના રોજ બાળકીની હત્યા કરવામાં આવી હતી . આ દાદા એટલા કઠોર બની ગયા હતા કે, તેમણે કટાક્ષાત્મક ઓજારથી બાળકીના 7 કટકા કરી નાખ્યા હતા. આ કુટુંબમાં જાણ થઈ હતી. તેથી શંકરનો પુત્ર ભાવેશ પોલીસ સ્ટેશન પહોંચ્યો.

પૌત્રીના દાદા તેને શેતાન સમાજતા હતા
શંકરભાઈ વહેમને કારણે આ બાળકીને શેતાન નો વસવાટ હોય તેવુ સમજતા હતા. તેઓ એવું માનતા હતા કે બાળક આ રીતે જન્મ્યો છે, શેતાનનો આત્મા તેના શરીરમાં વસ્યો છે. ઘરમાં આવા બાળકનું જન્મ થાય તો કુટુંબના કોઈ વ્યક્તિને ફાળી ખાઈ જાય અથવા તો કોઈનું મુત્યુ થાય. આવા શેતાનને મારીને જમીનમાં દાટી દો તો પણતે ફરીથી જન્મ થાય છે. તેના બે કટકા કરો તો પણ તે ફરી જીવિત થાય છે. તેથી આ અંધશ્રદ્ધાને કારણે દાદાએ કટાક્ષાત્મક ઓજારથી પૌત્રીના 7 કટકા કરી નાખ્યા. શેતાન જીવિત ન થાય તે માટે તે પુત્રીના 7 કટકા કરીને અલગ અલગ 7 ખાડામાં કરી તેમાં દફનાવી દીધા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code