જૂથ અથડામણ@ગાંધીનગર: સામાન્ય વાતમાં 3 યુવકોને ટોળાનો તલવારથી હુમલો

અટલ સમાચાર, ડેસ્ક ગાંધીનગરમાં ગઈકાલે સાંજે સામાન્ય ઝઘડાએ જૂથ અથડામણનું સ્વરૂપ ધારણ કર્યુ હતું. ગીત વગાડવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં બેગાડી ભરીને આવેલા ટોળાએ ત્રણ યુવકો પર તલવાર-લાકડીથી હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા બાદ ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગાંધીનગરના રાયસણમાં પીડીપીયુ રોડ પર આવેલા બિઝનેસ પાર્કમાં પુલ અને સ્નૂકર ગેમ
 
જૂથ અથડામણ@ગાંધીનગર: સામાન્ય વાતમાં 3 યુવકોને ટોળાનો તલવારથી હુમલો

અટલ સમાચાર, ડેસ્ક

ગાંધીનગરમાં ગઈકાલે સાંજે સામાન્ય ઝઘડાએ જૂથ અથડામણનું સ્વરૂપ ધારણ કર્યુ હતું. ગીત વગાડવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં બેગાડી ભરીને આવેલા ટોળાએ ત્રણ યુવકો પર તલવાર-લાકડીથી હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા બાદ ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગાંધીનગરના રાયસણમાં પીડીપીયુ રોડ પર આવેલા બિઝનેસ પાર્કમાં પુલ અને સ્નૂકર ગેમ ઝોન આવેલો છે. જ્યાં રાયણણ ગામનો સન્ની પટેલ પોતાના મિત્રો સાથે એક ટેબલ પર રમતો હતો. જ્યારે બાજુના ટેબલ પર વાવોલ ગામનો રિઝવાન અને અભી નામના યુવકો રમતા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગીતને સન્નીએ બંધ કરી દેતા રિઝવાને ગીત ચાલુ રાખવા કહ્યું હતું. એકબીજાને જોઈ લેવાની ધમકીઓ આપતા બંને યુવકો નીચે ઉતર્યા હતા ત્યારે બે ગાડીને ભરીને યુવકો આવી પહોંચ્યા હતા. જેઓએ સન્ની પટેલ, ઋષી પટેલ અને દીપક પટેલને ઢોરમાર માર્યો હતો. મારમારીની વાત ગામમાં પહોંચતા ગ્રામજનો દોડી આવ્યા હતા જેને પગલે બે ગાડીને ભરીને આવેલા યુવકો એક ગાડીને લઈને ભાગી ગયા હતા.

જૂથ અથડામણ@ગાંધીનગર: સામાન્ય વાતમાં 3 યુવકોને ટોળાનો તલવારથી હુમલો
file photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સમગ્ર રાયસણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઘસી આવ્યા હતા. ઇજાગ્રસ્તોની હાલત હાલમાં નાજૂક છે તેમની ગાંધીનગર સ્થિતિ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂતના જણાવ્યા મુજબ આ મામલે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307-123 સહીતની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે. હાલમાં આરોપીઓ ભાગી ગયા હોય તેમને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.