અટલ સમાચાર, મહેસાણા
પંચાયત અને પાલિકામાં મળેલી સત્તા કોંગ્રેસ પચાવી શકતી નથી તેવો સવાલ ફરી ઉભો થયો છે. મહેસાણા તાલુકા પંચાયતમાં સત્તા પલટો કરવાનો પ્લાન તૈયાર કરવાની ખાનગી ચર્ચા બહાર પડી ગઈ છે. કોંગ્રેસના આંતરિક ગજગ્રાહમાં નારાજ સદસ્યોને રાજકીય વચેટિયાએ ભાજપનો સંપર્ક કરાવ્યો હતો. જેમાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા જરૂરી સંખ્યા માટે નાણાં ખર્ચવાની વાત થઈ રહી છે.
મહેસાણા જિલ્લામાં ચોક્કસ સ્થળે બેઠક બોલાવી સંબંધિત સદસ્યો અને રાજકીય આગેવાનો ગૃપમાં ચર્ચા કરી રહ્યા છે. જેમાં અવિશ્વાસની દરખાસ્ત માટે સભ્ય દીઠ લાખ રૂપિયા ખર્ચ કરવાની તૈયારી હોવાનો ઉચ્ચાર થયો છે. કથિત ઓડિયો ક્લિપમાં કોંગ્રેસી આગેવાનોના નામ લઈ દુશ્મનોને પાડી દેવાની ચાલ હોવાની સ્પષ્ટતા કરતાં ખળભળાટ મચી ગયો છે.
બોકસ: ઓપરેશન પાર પાડવા આ નેતાનો સંપર્ક થયો હતો.
ઓડિયો ક્લિપ મામલે તાજેતરમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જીવાભાઈ પટેલે જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતમાં સત્તા પલટો કરવા મને કહ્યું હતું. જોકે મારે આવી રીતે પૈસા ખર્ચવા ન હોવાથી ના પાડી હતી.