દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ દ્વારા GST સહાયકની વિના મૂલ્યે તાલીમ

અટલ સમાચાર,પાટણ પાટણ ખાતે દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (DENA RSETI) ગ્રામીણ ક્ષેત્રના 18 થી 45 વર્ષની વયની વ્યક્તિઓને તેમની અભિરુચિ, યોગ્યતા તથા સ્થાનિક માંગ અનુસાર સ્વરોજગાર અપાવવા હેતુ 10 દિવસથી લઈને 45 દિવસના અલગ અલગ તાલીમ કાર્યક્રમો તથા માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રશિક્ષણ ઉપરાંત ઉમેદવારોને વિવિધ બેંકો દ્વારા ઉદ્યમીતા વિકાસ હેતુ લોન ઉપલબ્ધ કરાવવાની
 
દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ દ્વારા GST સહાયકની વિના મૂલ્યે તાલીમ

અટલ સમાચાર,પાટણ

પાટણ ખાતે દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (DENA RSETI) ગ્રામીણ ક્ષેત્રના 18 થી 45 વર્ષની વયની વ્યક્તિઓને તેમની અભિરુચિ, યોગ્યતા તથા સ્થાનિક માંગ અનુસાર સ્વરોજગાર અપાવવા હેતુ 10 દિવસથી લઈને 45 દિવસના અલગ અલગ તાલીમ કાર્યક્રમો તથા માર્ગદર્શન આપવામાં આવે છે.

પ્રશિક્ષણ ઉપરાંત ઉમેદવારોને વિવિધ બેંકો દ્વારા ઉદ્યમીતા વિકાસ હેતુ લોન ઉપલબ્ધ કરાવવાની દિશામાં સંસ્થા દ્વાર પ્રયાસ કરવામાં આવે છે. ગ્રામીણ યુવતીઓ અને યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી તેમજ નાના અને મધ્યમ વેપારીઓને કામગીરીમાં સરળતા રહે તે હેતુસર દેના આરસેટી, પાટણ દ્વારા તા.24-1-19 થી 5-2-19 (13 દિવસ) સુધી GST સહાયકની તાલીમનું પ્રયોજન કરવામાં આવેલ છે.

આ તાલીમમાં જોડાવા માટે જરૂરી લાયકાત 1 ધોરણ-12 પાસ કોમર્સ (તથા બે વર્ષનો એકાઉન્ટનો અનુભવ)- 2. કોઈ પણ બેન્કના BC અથવા ગ્રામ પંચાયતના VCE- 3 કોમર્સ, આંકડાશાસ્ત્ર, ફાઈનાન્સ, એકાઉન્ટ વિષય સાથે સ્નાતક હોવા જોઇએ. સંસ્થામાંતમામ તાલીમો વિનામૂલ્યે તથા રહેવા જમવાની સગવડ સાથે આપવામાં આવે છે.

યોગ્ય રીતે GST સહાયકની તાલીમ લીધેલ તાલીમાર્થીઓને GLPC સાથે GST સહાયકતરીકે ભવિષ્યમાં કામગીરી કરવાની તક મેળવવાની શક્યતા પણ છે. તાલીમ લેવા ઈચ્છુક તાલીમાર્થીઓએ જણાવેલ દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ગોલાપુર, આર.ટી.ઓ.સામે, સંખારી રોડ, પાટણના સરનામે તા.17-1-19 સુધીમાં પોતાની ઉમેદવારી નોધાવાની રહેશે તેમ જણાવાયું છે.