આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

આજે કોંગ્રેસનો 135મો સ્થાપના દિવસ છે. 28 ડિસેમ્બર 1885ના રોજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. આજે કોંગ્રેસ પોતાનો 135મો સ્થાપના મનાવી રહી છે. કોંગ્રેસના 135માં સ્થાપના દિવસે રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રમુખોના નેતૃત્વમાં રાજ્યના પ્રમુખ શહેરોમાં રેલી કાઢવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અમદાવાદ ખાતે ‘બંધારણ બચાવો, ભારત બચાવો’ ના નારા સાથે યોજાનારી રેલી અને સભામાં ભારતના બંધારણની પ્રસ્તાવના સ્થાનિક ભાષામાં વાંચવામાં આવશે. આજે ગુજરાત ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ આવશે. સાબરમતી સામેના મેદાનમાં ધ્વજ વંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધ્વજવંદન બાદ ગાંધીઆશ્રમ થી સરદાર પ્રતિમા સુધી રેલીનું આયોજન છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગાંધી આશ્રમથી નીકળતી આ રેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાગ લેશે. જેમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહીતના દિગ્ગજો જોડાશે. આ કાર્યક્રમમાં ભારતના બંધારણની પ્રસ્તાવના પણ ભાષામાં વાંચવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code