આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

એકતરફ સરકાર દારૂબંધી હોવાના બણગા ફુંકી રહી છે. તેવામાં જ નરોડા વિસ્તારમાંથી ક્રાઇમબ્રાંચે 17 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે પાયલોટિંગ કરી રહેલી કારને પણ કબજે લીધી હતી. જ્યારે 17 લાખના દારૂ સાથે કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં સામે આવ્યું કે સી.પી નામના કોઇ વ્યક્તિએ આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

અમદાવાદ ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી કે નરોડા દહેગામ રોડ પર જીઇબીની ઓફિસ પાસેથી એક ટ્રક દારૂનો જથ્થો ભરીને પસાર થવાની છે. જેથી ટીમ આ વિસ્તારમાં વોચમાં ગોઠવાઇ ગઇ હતી. બાતમી મળી હતી તે વર્ણન વાળી પહેલા એક કાર આવી અને પાછળ ટ્રક આવતી હતી. પોલીસે પહેલા તો કારને રોકી તેમાં બેઠેલા જીતેન્દ્રસિંગ રાઠોડ, રાજેન્દ્રસિંગ રાઠોડની અટકાયત કરી હતી. બાદમાં પાછળ આવતી ટ્રક પોલીસે રોકી અને તેમાંથી ડ્રાઇવર
અસરફઅી મન્સુરી અને ક્લીનર અલીમહોમદ અલવીની અટકાયત કરી હતી.

પોલીસે ટ્રકની તપાસ કરી તો તેમાં ચોખાના ભુસાની બોરીઓ પડી હતી. અને પાછળના ભાગે દારૂની અલગ અલગ વિદેશી બ્રાન્ડની પેટીઓ પડી હતી. પોલીસે ક્રાઇમબ્રાંચે આ મુદ્દામાલ લાવી ગણતરી કરતા કુલ 5040 નંગ દારૂની બોટલોનો જથ્થો ટ્રકમાંથી મળ્યો હતો. પોલીસે 17 લાખનો દારૂ, 10 લાખની ટ્રક, કાર અને મોબાઇલ ફોન સહિતનો કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code