ગુજરાતઃ ધર્મગુરુ સામે 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદથી હડકંપ

અટલ સમાચાર, ડેસ્ક વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્મવિદ્યા મંદિરના ધર્મગુરુ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. ફેક્ટરી માલિકે ધર્મગુરુ સામે ફરિયાદ નોંધાવતા ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાય ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આરોપી ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાયે મકાનને મંદિર બનાવી દીધું છે. મંદિરના મકાન માલિકે ધર્મગુરુને ખોટી રીતે ફસાવતા હોવાનો આક્ષેપ કર્યો છે.
 
ગુજરાતઃ ધર્મગુરુ સામે 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદથી હડકંપ

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્મવિદ્યા મંદિરના ધર્મગુરુ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. ફેક્ટરી માલિકે ધર્મગુરુ સામે ફરિયાદ નોંધાવતા ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાય ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આરોપી ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાયે મકાનને મંદિર બનાવી દીધું છે. મંદિરના મકાન માલિકે ધર્મગુરુને ખોટી રીતે ફસાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. મકાન માલિક ગુરુમુખ ચંદાણી કહે છે કે, ધર્મગુરુ કોઈ પણ પૂજા માટે ભક્તો પાસેથી રૂપિયા લેતા નથી. છેલ્લા 14 વર્ષથી મંદિરમાં બેસે છે, પરંતુ આજ દિન સુધી કોઈએ ફરિયાદ નથી કરી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલોલના બાસ્કા ખાતે પરસીસસ્ટન્ટ હાઈટેક કાસ્ટિંગ નામની ફેક્ટરી ધરાવતા ફેકટરી માલિક દેવરાજ પંડ્યા વર્ષ 2014માં ધંધામાં 2 કરોડની ખોટ આવતા ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાય પાસે પહોંચ્યા હતા. દેવરાજ પંડ્યાને તેમના મિત્ર કિંજલે ધર્મગુરુનો સંપર્ક કરાવ્યો હતો. જેથી બગલામુખી મંદિરના કહેવાતા ધર્મગુરુ પ્રશાંતએ ફેક્ટરી માલિક પાસેથી હોમહવન કરી યંત્ર સિદ્ધ કરાવવા 21.80 લાખ રૂપિયા પડાવ્યા હતા.

કહેવાતા ધર્મગુરુ ડોક્ટર પ્રશાંત ઉપાધ્યાય ફિલ્મ સ્ટાર સંજય દત્તના ચાહક પણ છે. તેમના અનેક ફોટા સંજય દત્તની જેમ વેષ ધારણ કરેલા સોશિયલ મીડિયામાં ફરે છે. ઢોંગી ધર્મગુરુની વાત કરીએ તો, તેના વિશે અનેક તર્કવિતર્ક ચાલે છે. લોકોનું કહેવુ છે કે, આ ઢોંગી બાબા સોનું લઈ તેમના યંત્ર બનાવી આપવાનો વાયદો કરતો હતો. તો છૂટાછેડા અને અણબનાવવાળા દંપતીને તાંત્રિક વિધિ કરી આપવાનુ કહી છેતરપિંડી કરતો હતો. તેમજ ઘરમાં ફિલ્મ સ્ટુડિયો બનાવ્યા હોવાની પણ વાત છે. મંદિરમાં યજ્ઞમાં બેસવા આવતી મહિલાઓના કપડા બદલવાના રૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હોવાની પણ ચર્ચા છે.